જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, ગાંધીનગર તથા સંકલિત બાળ વિકાસ યોજના ICDS, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ગાંધીનગર જિલ્લાના કલોલ અને માણસા તાલુકામાં આંગણવાડી કાર્યકર્તાઓ માટે “બાલિકા પંચાયતની રચના, કામગીરી અને પુનઃગઠન” વિષય પર વિશેષ તાલીમ કાર્યક્રમોનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું.
કલોલ તાલુકામાં ICDS ના ઘટક-૧ અને ઘટક-૨ હેઠળના આંગણવાડી કેન્દ્રોની ૧૭૫ આંગણવાડી કાર્યકર્તાઓ, ૪ મુખ્ય સેવિકા બહેનો તથા સી.ડી.પી.ઓ.ની ઉપસ્થિતિમાં તાલીમ યોજાઈ હતી. જેમાં કિશોરીઓમાં નેતૃત્વ ક્ષમતા, નિર્ણય લેવાની ક્ષમતા, આત્મવિશ્વાસ અને લોકશાહી મૂલ્યોનો વિકાસ થાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

માણસા તાલુકામાં આશરે ૨૨૦ આંગણવાડી કાર્યકર્તા બહેનો માટે યોજાયેલ એક દિવસીય તાલીમમાં ICDS ના સી.ડી.પી.ઓ., તાલીમ પ્રાપ્ત મુખ્ય સેવિકાઓ તેમજ જિલ્લા કક્ષાના T.O.T. દ્વારા બાલિકા પંચાયતની રચના અને પુનઃગઠન અંગે પ્રાયોગિક સમજ આપવામાં આવી હતી.
તાલીમ દરમિયાન બાલિકા પંચાયતની રચના, સભ્યોની લોકશાહી પદ્ધતિથી પસંદગી ચૂંટણી, સરપંચ અને ઉપસરપંચની બિનહરીફ કે પારદર્શક પસંદગી તેમજ આંગણવાડી કાર્યકર્તાઓની માર્ગદર્શક તરીકેની ભૂમિકા સ્પષ્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત, બાલિકા પંચાયત મારફતે ગ્રામ્ય કક્ષાએ મહત્વના વિષયો પર કામગીરી કરવા નિર્દેશ આપવામાં આવ્યો હતો,જેવાકે..
* કિશોરીઓનું શિક્ષણ, આરોગ્ય અને પોષણ
* માસિક સ્વચ્છતા અને સ્વચ્છતા જાગૃતિ

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
* બાળલગ્ન નિવારણ અને બાળ સુરક્ષા
* કન્યા શિક્ષણ, લિંગ સમાનતા અને જાતીય ભેદભાવ નિવારણ
* સાયબર સુરક્ષા, જીવન કૌશલ્ય અને નેતૃત્વ વિકાસ
* સરકારી યોજનાઓ અંગે જાગૃતિ અને મહિલા-બાળ સુરક્ષા
બાલિકા પંચાયત દ્વારા ઉઠાવવામાં આવતા સ્થાનિક પ્રશ્નોને ગ્રામ પંચાયત, આંગણવાડી, આરોગ્ય અને શિક્ષણ વિભાગ સાથે સંકલન કરીને ઉકેલવા અંગે પણ વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તાલીમનો મુખ્ય ઉદ્દેશ ગ્રામીણ ક્ષેત્રની કિશોરીઓને સશક્ત, જાગૃત અને નેતૃત્વક્ષમ બનાવવાનો છે.

