બોલ મારી અંબે, જય જય અંબે!
આજે કેબિનેટ મંત્રી અને ભાવનગર પશ્ચિમ વિધાનસભા ના લોકપ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ વાઘાણી ને ભાદરવી પૂનમના પાવન અવસરે મા આરાસુરી અંબાના દર્શનાર્થે જતા લાખો માઈભક્તોની સેવામાં સહભાગી થવાનું પરમ સૌભાગ્ય પ્રાપ્ત થયું. આસ્થા અને ભક્તિના આ મહાસાગરમાં સેવારૂપી પુષ્પ અર્પણ કરવાનો અવસર ખરેખર હૃદયને ધન્ય કરી ગયો.

"દર વર્ષની જેમ આ વર્ષે પણ પી. એન. માળી ફાઉન્ડેશન દ્વારા વડગામ તાલુકાના ધોરી મુકામે પદયાત્રીઓ માટે આયોજિત રૂટના સૌથી મોટા અને ભવ્ય સેવા કેમ્પની મુલાકાત લીધી. પદયાત્રીઓના શારીરિક થાકને દૂર કરવા અને તેમની યાત્રાને સરળ બનાવવા સંસ્થા દ્વારા અદ્ભુત સુવિધાઓ ઊભી કરવામાં આવી છે."
"અહીં વિશાળ ડોમમાં આરામની વ્યવસ્થા, નિઃશુલ્ક ચા-કોફી, ગરમાગરમ શુદ્ધ ભોજન, ૨૪ કલાક નિષ્ણાત ડોક્ટરોની ટીમ, એમ્બ્યુલન્સ, પગની માલિશ, મોબાઈલ ચાર્જિંગ તથા સ્વચ્છ શૌચાલય જેવી ઉત્તમ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે."
આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી ને મા અંબાના જયઘોષ સાથે આગળ વધતા પદયાત્રીઓને પોતાના હાથે ભોજન પીરસીને અંતરના આનંદ અને આધ્યાત્મિક સંતોષની અનુભૂતિ થઈ. ભક્તોના મુખ પરનો સંતોષ જ મા અંબાના આશીર્વાદ સમાન લાગ્યો.
“સેવા એ જ સાધના, માનવ સેવા એ જ પ્રભુ સેવા” ના પવિત્ર ભાવ સાથે માઈભક્તોની સેવા કરતી પી. એન. માળી ફાઉન્ડેશન અને સમગ્ર સેવાભાવી ટીમને હૃદયપૂર્વક અભિનંદન. '

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
• આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી
"મા જગદંબા સૌની મનોકામના પૂર્ણ કરે. "

