રાજ્ય સરકારના ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત નાગરિકોમાં માર્ગ સુરક્ષા અને ટ્રાફિક નિયમો પ્રત્યે વ્યાપક જાગૃતિ કેળવવાના ઉમદા હેતુથી આજે ગાંધીનગર ખાતે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે એક ‘મેગા બાઇક રેલી’નું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.

આ મેગા બાઇક રેલીને સવારે ૯:૦૦ કલાકે સેક્ટર-૧૭ સ્થિત હેલિપેડ ગ્રાઉન્ડ ખાતેથી ગુજરાત રોડ સેફ્ટી કમિશનર શ્રી સતિષ પટેલ, ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમશેટ્ટી તથા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના પોલીસ અધિક્ષક શ્રી સાહિત્ય વી. સહિતના મહાનુભાવો દ્વારા લીલી ઝંડી દર્શાવીને ઉત્સાહભેર પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.

જાહેરાતAdvertisement

રેલીના પ્રસ્થાન પૂર્વે ઉપસ્થિત તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને નાગરિકોએ માર્ગ સલામતી અને ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરવા અંગેના સામૂહિક સંકલ્પ લીધા હતા.

આ રેલી હેલિપેડ ગ્રાઉન્ડથી પ્રારંભ થઈને શહેરના મુખ્ય માર્ગો જેવા કે ચ-૦ સર્કલ, રક્ષાશક્તિ સર્કલ, રિલાયન્સ ચોકડી અને ઇન્ફોસિટી સહિત ૧૫ થી ૨૦ કિલોમીટરના નિર્ધારિત વિસ્તારમાં પરિભ્રમણ કરી હતી. રેલી દરમિયાન સમગ્ર ગાંધીનગર શહેરમાં માર્ગ સલામતી અને જનજાગૃતિનો મજબૂત સંદેશ ગૂંજી ઊઠ્યો હતો.

કાર્યક્રમ અંગે વિગતો આપતા ગુજરાત રોડ સેફ્ટી કમિશનર શ્રી સતિષ પટેલે જણાવ્યું હતું કે, આ વિશિષ્ટ આયોજનનો મુખ્ય ઉદ્દેશ્ય વાહનચાલકોમાં હેલ્મેટ અને સીટબેલ્ટનો અનિવાર્ય ઉપયોગ, નિયત ગતિમર્યાદાનું પાલન, ડ્રાઇવિંગ વખતે મોબાઇલનો ઉપયોગ ન કરવો તથા રોંગ સાઇડ ડ્રાઇવિંગ ટાળવા જેવા અતિ મહત્વપૂર્ણ ટ્રાફિક નિયમો પ્રત્યે વ્યાપક જનજાગૃતિ લાવવાનો છે.

શિસ્ત અને સુરક્ષાનો ઉત્કૃષ્ટ સંદેશ આપતી આ રેલીમાં ૫૦૦થી વધુ રાઇડર્સે પૂર્ણ ઉત્સાહ અને શિસ્તબદ્ધ રીતે ભાગ લીધો હતો. ગાંધીનગર પોલીસ વિભાગ, ટ્રાફિક બ્રિગેડ, હોમગાર્ડ્સ, SRP જવાનો, વન વિભાગ, ફાયર બ્રિગેડ તેમજ વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ અને યુવાનોએ જોડાાઈને નાગરિકો સમક્ષ સુરક્ષિત ડ્રાઇવિંગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

રેલીના પ્રસ્થાન સમયે ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટીના જોઇન્ટ કમિશનર શ્રી પી. બી. મંગુડા, માર્ગ અને મકાન વિભાગના ખાસ ફરજપરના અધિકારી શ્રી હેમંત સુથાર તથા ગાંધીનગર RTO શ્રી કનકસિંહ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.