૨૫ સપ્ટેમ્બર – "વિશ્વ ફાર્માસિસ્ટ દિવસ" નિમિત્તે ગાંધીનગર જિલ્લા ફાર્માસિસ્ટ યુનિયન દ્વારા માત્ર ઉજવણી નહીં, પરંતુ સમાજ પ્રત્યેની જવાબદારી અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો અનોખો સેવાકીય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
ગાંધીનગર જિલ્લાના ફાર્માસિસ્ટ યુનિયન દ્વારા જિલ્લાના ૩૫ ક્ષય દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરીને દર્દીઓના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે મદદરૂપ થવાનો પ્રશંસનીય પ્રયાસ કરવામાં આવ્યો હતો.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
ક્ષયના દર્દીઓ માટે દવાઓની સાથે યોગ્ય અને પૌષ્ટિક આહાર લેવો અત્યંત જરૂરી છે. યોગ્ય પોષણથી દર્દીની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે, જેનાથી દવાઓ વધુ અસરકારક રીતે કામ કરે છે અને દર્દી ઝડપથી સ્વસ્થ થઈ શકે છે. આ હેતુને ધ્યાનમાં રાખીને ફાર્માસિસ્ટ યુનિયન દ્વારા તૈયાર કરવામાં આવેલી પોષણ કીટમાં ઘઉંનો લોટ, ચોખા, મગ, દેશી ચણા,ગોળ, તેલ, ખજૂર અને તુવેર દાળ જેવા શક્તિવર્ધક વિટામિન યુક્ત ખોરાકની વસ્તુઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ પોષણ કીટ દર્દીઓની શારીરિક નબળાઈ દૂર કરવામાં અને તેમની સારવારની પ્રક્રિયા ઝડપી બનાવવામાં ખૂબ ઉપયોગી નીવડશે.
કાર્યક્રમમાં સેવા, સમર્પણ અને આરોગ્ય પ્રત્યેની જવાબદારી – એ જ ફાર્માસિસ્ટની સાચી ઓળખ”નો સંદેશ આપવામાં આવ્યો હતો. ફાર્માસિસ્ટ માત્ર દવાઓનું વિતરણ કરનાર નથી, પરંતુ આરોગ્ય ક્ષેત્રનું એક મહત્વનું પાસું છે તે વાતને ચરિતાર્થ કરતા આ કાર્યક્રમનું આયોજન આરોગ્ય સેવાઓ અને સામાજિક ઉત્તરાદાયિત્વની ભાવનાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ADHO ડૉ. ગૌતમ નાયક, DQMO ડૉ. ધર્મેશ પરીખ, MOTC શ્રીમતી મીનાબેન બ્રહ્મભટ્ટ,THO ડૉ. વિજય ચૌધરી, આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખશ્રી કિરીટસિંહ ચાવડા સહિત જિલ્લાના ઉચ્ચ આરોગ્ય અધિકારીશ્રીઓ તથા અગ્રણીઓએ, ઉપરાંત ગાંધીનગર જિલ્લાના તમામ ફાર્માસિસ્ટ ભાઈ-બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

