હિંમતનગરના લક્ષ્મીનારાયણ મંદિર ખાતે આજે નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં વિવિધ તબીબો દ્વારા નગરજનોનું આરોગ્ય પરીક્ષણ કરવામાં આવ્યું હતું તેમજ જરૂરી તબીબી માર્ગદર્શન અને સેવાઓ પૂરી પાડવામાં આવી હતી.

કાર્યક્રમમાં હિંમતનગર નગરપાલિકા પ્રમુખ અરૂણાબેન કડિયા, ઉપપ્રમુખ ગોપાલસિંહ રાઠોડ, સાબરકાંઠા જિલ્લા ભાજપના મંત્રી યતીનબેન મોદી, ટ્રસ્ટી જગદીશભાઈ મોદી, દશરથભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત ડોક્ટર હર્ષવર્ધનસિંહ ચૌહાણ, ડોક્ટર નિસર્ગભાઈ મોદી અને ડોક્ટર અનિતાબેન પુરોહિત સહિત તબીબોએ કેમ્પમાં પોતાની સેવાઓ આપી હતી.
પૂર્વ શહેર પ્રમુખ વાસુદેવભાઈ રાવલ, ભારતીય સંસ્કૃતિ બચાવો અભિયાનના રાષ્ટ્રીય પ્રમુખ શૈલેષભાઈ વસંતલાલ ધુવાડ, મહારાજ શ્રી તેમજ કાર્યક્રમમાં સહયોગ આપનાર વડીલો પણ ઉપસ્થિત રહ્યા હતા.
આ નિઃશુલ્ક મેડિકલ કેમ્પનો મોટી સંખ્યામાં નગરજનોએ લાભ લીધો હતો. કેમ્પ દ્વારા લોકોને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવા સાથે જરૂરી તબીબી માર્ગદર્શન પણ મળ્યું હતું

