સાબરકાંઠાના હિંમતનગર તાલુકાના જામળા ગામ ખાતે ‘નમો યશગાથા’ નાટકની ભવ્ય રજૂઆત કરવામાં આવી હતી.સાબર યુવા કેન્દ્રની ટીમ દ્વારા ‘નમો યશગાથા’ નાટકની સુંદર અને પ્રભાવશાળી ભજવણી કરવામાં આવી હતી. નાટકના વિવિધ દૃશ્યો અને કલાકારોની રજૂઆતને મોટી સંખ્યામાં ઉપસ્થિત માતા-બહેનો અને ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક માણી હતી.

કાર્યક્રમ દરમિયાન સમગ્ર જામળા ગામમાં ઉત્સાહ અને ઉમંગનો માહોલ જોવા મળ્યો હતો. ભવ્ય આયોજન, શાનદાર નાટ્ય રજૂઆત અને ગ્રામજનોના ઉમળકાભર્યા પ્રતિસાદ સાથે ‘નમો યશગાથા’ કાર્યક્રમ યાદગાર બની રહ્યો.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

આ કાર્યક્રમમાં માનનીય ધારાસભ્ય શ્રી વી.ડી. ઝાલા સાહેબ, હિંમતનગર તાલુકા ભાજપ પ્રમુખ શ્રી હિતેન્દ્રભાઈ પટેલ, જિલ્લા પંચાયત સદસ્ય તથા બાંધકામ સમિતિના ચેરમેન શ્રી નારાયણભાઈ પટેલ, હિંમતનગર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી નરેશભાઈ પરમાર, તાલુકા પંચાયત સદસ્ય શ્રી વાલજીભાઈ દેસાઈ, તાલુકા ભાજપ સંગઠન ઉપપ્રમુખ શ્રી નવલસિંહ ચૌહાણ, જામળા ગામના સરપંચ શ્રી વિકાસભાઈ લીમ્બચિયા ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ઠાકોર સાહેબ મહેન્દ્રસિંહજી રાઠોડ, શ્રી પ્રવીણભાઈ પટેલ, શ્રી જયંતીભાઈ પટેલ, શ્રી રાજેન્દ્રસિંહ પઢિયાર તેમજ સાબર યુવા કેન્દ્ર સંસ્થાના પ્રમુખ શ્રી પ્રકાશચંદ્ર વૈદ સહિત સંસ્થાની સમગ્ર ટીમની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.