વિશ્વ હડકવા દિવસ નિમિત્તે અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના નાગરિકોને હડકવા રોગ અંગે જાગૃત અને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.

અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. રજનીકાંત કાપડીયાએ નાગરિકોને અપીલ કરતા જણાવ્યું છે કે, કૂતરા કે અન્ય પ્રાણીના કરડવાના બનાવને સામાન્ય ન ગણવો અને તાત્કાલિક યોગ્ય સારવાર લેવી જરૂરી છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

જિલ્લા રોગચાળા નિયંત્રણ અધિકારી ડો. ચિંતન દેસાઈના જણાવ્યા મુજબ હડકવા એક ગંભીર અને જીવલેણ વાયરલ રોગ છે. જોકે, પ્રાણીના કરડ્યા બાદ સમયસર યોગ્ય સારવાર, રસીકરણ અને તબીબી માર્ગદર્શન લેવામાં આવે તો હડકવાથી બચી શકાય છે.

ખાસ કરીને કૂતરા કે અન્ય પ્રાણી કરડે, ખંજવાળે અથવા પ્રાણીની લાળ ઘા પર લાગે તો તેને અવગણવું નહીં. ઘા નાનો હોય કે મોટો, તાત્કાલિક સાવચેતી રાખવી જરૂરી છે.

પ્રાણીના સંપર્કમાં આવ્યા બાદ સૌપ્રથમ ઘાને વહેતા પાણી અને સાબુથી સારી રીતે ધોઈ નાખવો. ત્યારબાદ શક્ય તેટલી વહેલી તકે નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી હોસ્પિટલનો સંપર્ક કરી તબીબી સલાહ મુજબ જરૂરી સારવાર અને રસીકરણ કરાવવું.

આરોગ્ય વિભાગે નાગરિકોને ખાસ અપીલ કરી છે કે, પ્રાણી કરડે ત્યારે ગભરાશો નહીં, પરંતુ સારવારમાં કોઈપણ પ્રકારનો વિલંબ પણ ન કરો. સમયસર લેવામાં આવેલી યોગ્ય સારવાર હડકવાથી બચાવમાં અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

જાહેરાતAdvertisement

આ વિશ્વ હડકવા દિવસનો સંદેશ છે —

“સમયસર સારવાર, હડકવાથી સુરક્ષા.”