નવી દિલ્હીમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી શ્રી સી. આર. પાટીલએ આજે કેન્દ્રીય ભૂગર્ભજળ પ્રાધિકરણ (CGWA)ની વિવિધ પ્રવૃત્તિઓ અને કામગીરીની સમીક્ષા કરી હતી.
બેઠક દરમિયાન દેશમાં ભૂગર્ભજળના વ્યવસ્થાપન, ભૂગર્ભજળની દેખરેખ તેમજ ઉપલબ્ધ જળ સંસાધનોના ટકાઉ અને અસરકારક ઉપયોગ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ અંગે અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
જાહેરાત

આ ઉપરાંત, દેશની ભૂગર્ભજળ સુરક્ષાને વધુ મજબૂત બનાવવા તેમજ ભૂગર્ભજળ આધારિત જળ વ્યવસ્થાપનને વધુ અસરકારક બનાવવા માટે જરૂરી દિશા-નિર્દેશો પણ આપવામાં આવ્યા હતા.
કેન્દ્રીય જળશક્તિ મંત્રાલય દ્વારા ભૂગર્ભજળના સંરક્ષણ, યોગ્ય વ્યવસ્થાપન અને ટકાઉ ઉપયોગને લઈને સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે

