"રાજકોટ જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા (વર્ષ ૨૦૨૫-૨૬) માં ઉપસ્થિત રહી મારા ખેડૂત ભાઈઓ અને પશુપાલકો સાથે સંવાદ કરવાનો ઉત્તમ અવસર મળ્યો. "
• આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
"જામકંડોરણાની પવિત્ર ધરતી પરથી જે સહકારનો છોડ રોપાયો હતો, તે આજે સમગ્ર સૌરાષ્ટ્રના ખેડૂતો અને પશુપાલકો માટે એક વિશાળ વટવૃક્ષ બનીને આધારસ્તંભ બન્યો છે. "
"દેશના યશસ્વી વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન અને દેશના પ્રથમ સહકારિતા તથા ગૃહ મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહના મજબૂત નેતૃત્વમાં “સહકારથી સમૃદ્ધિ” નો મંત્ર આજે સાચા અર્થમાં ચરિતાર્થ થઈ રહ્યો છે. આ જ દિશામાં આગળ વધીને, ખેડૂતો અને પશુપાલકોની આર્થિક-સામાજિક સુરક્ષા સુનિશ્ચિત કરવા સહકારી માળખાને વધુને વધુ સશક્ત બનાવવાનો આપણી ડબલ એન્જિન સરકારનો સ્પષ્ટ સંકલ્પ છે."
• આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી
સભાસદના આકસ્મિક અવસાનના કિસ્સામાં તેમના પરિવારને રૂ. ૧૫ લાખ સુધીની સહાય અને ખેડૂતોને ૦% વ્યાજે ધિરાણ જેવી યોજનાઓ સહકારી ક્ષેત્રને વધુ સુરક્ષિત અને સશક્ત બનાવી રહી છે.

આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી એ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવા અને ગોબરધન યોજના, બાયો-સી.એન.જી. પ્લાન્ટ્સ તથા દૂધ ઉત્પાદન ક્ષેત્રે નવી તકોનો લાભ લેવા આહ્વાન કર્યું.
આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકર ચૌધરી , મંત્રીમંડળના આદરણીય શ્રી જીતુભાઈ વાઘાણી ના સાથી શ્રી કુવરજી બાવળિયા , શ્રી કાંતિલાલ અમૃતિયા મોરબી, પૂર્વ મંત્રી અને ધારાસભ્ય શ્રી જયેશ રાદડિયા સહિત અન્ય ધારાસભ્યશ્રીઓ, પક્ષના અગ્રણીઓ, ડેરી તથા સહકારી સંસ્થાઓના અગ્રણીઓ, ફેડરેશનના ચેરમેનશ્રીઓ, દૂધ મંડળીઓના પ્રમુખશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા.
આ પ્રસંગે જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે"સહકારથી સમૃદ્ધિ અને ખેડૂતોના કલ્યાણના ધ્યેય સાથે આપણે સૌ સાથે મળીને ગુજરાતના સહકારી ક્ષેત્રને નવી ઊંચાઈઓ પર લઈ જઈશું."

