અમદાવાદમાં આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા વોટચોરીના આક્ષેપો, મતાધિકારના રક્ષણ અને ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતાના મુદ્દે ઉગ્ર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડા, વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરી તથા પક્ષના વરિષ્ઠ આગેવાનોની આગેવાનીમાં સેંકડો કોંગ્રેસ કાર્યકરો કાળા કપડાં પહેરીને વિરોધ પ્રદર્શનમાં જોડાયા હતા. પતંગ હોટલ પાસેથી શરૂ થયેલી પદયાત્રા સરદાર બાગ સુધી પહોંચી હતી, જ્યાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ ધરણા-પ્રદર્શન કરી ચૂંટણી પ્રક્રિયામાં પારદર્શિતા તથા મતદારોના મતાધિકારના રક્ષણની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. કાર્યક્રમના અંતે ચૂંટણી કમિશનરનું પૂતળું દહન કરીને આક્રોશ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, આજે ભારતની ગલી ગલીમાં એક જ નારો છે કે વોટ ચોરી કરીને દેશના લોકો સાથે ગદ્દારી કરનારાઓને કડકમાં કડક સજા થવી જોઈએ. ચૂંટણી પંચ એક સ્વાયત્ત અને તટસ્થ બંધારણીય સંસ્થા છે અને દેશના નાગરિકોને બંધારણે આપેલા મતાધિકારની રક્ષા કરવી તેમજ તટસ્થ અને પારદર્શક રીતે ચૂંટણી પ્રક્રિયા યોજવી તેની જવાબદારી છે. પરંતુ મોદી સરકારે ચૂંટણી પંચને પોતાની કઠપૂતળી બનાવી દીધું હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે અને વોટચોરીના સમગ્ર કૌભાંડમાં ચૂંટણી પંચની ભૂમિકા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે.

જાહેરાતAdvertisement

રાહુલ ગાંધીજીએ વર્ષ ૨૦૨૩થી વોટચોરીના મુદ્દે સતત સવાલો ઉઠાવ્યા છે. તેમણે પુરાવા અને હકીકતો સાથે અનેક પ્રેસ કોન્ફરન્સ કરી, યાત્રાઓ અને વિરોધ પ્રદર્શનો કર્યા, સિગ્નેચર કેમ્પેઈન યોજાયા, ધ્યાનપત્રો આપવામાં આવ્યા અને સંસદમાં પણ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો. તે સમયે વિપક્ષના આક્ષેપો કહીને આ ગંભીર સવાલોને અવગણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ હવે SIRની પ્રક્રિયામાં ગેરરીતિના આક્ષેપો, ખોટી રીતે મતદારોના નામ કાપવા અને સાચા મતદારોના મતાધિકારને અસર થવાના પ્રશ્નો સામે આવ્યા છે. સાથે જ ભાજપને ફાયદો થાય તે રીતે ખોટા મત ઉમેરવામાં આવતા હોવાના પણ ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે.

ચૂંટણી પ્રક્રિયાની નિષ્પક્ષતા અંગે ગંભીર સવાલો ઊભા થયા છે અને ચૂંટણી પંચની કામગીરી સામે ઉઠેલા તમામ આક્ષેપોની નિષ્પક્ષ તથા કાયદેસરની તપાસ થવી જરૂરી છે. જ્ઞાનેશ કુમાર સામે કરવામાં આવેલા આક્ષેપોની પણ નિષ્પક્ષ તપાસ કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ કે કાયદાનો ભંગ સાબિત થાય તો જવાબદાર તમામ વ્યક્તિઓ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે. કોંગ્રેસની માંગ છે કે જ્ઞાનેશ કુમારને તાત્કાલિક પદ પરથી દૂર કરવામાં આવે અને તેમની સામે લાગેલા આક્ષેપોની કાયદેસર તપાસ કરવામાં આવે.

વોટચોરીનો મુદ્દો માત્ર કોઈ એક રાજકીય પક્ષનો મુદ્દો નથી, પરંતુ દેશના દરેક નાગરિકના બંધારણીય મતાધિકાર સાથે જોડાયેલો પ્રશ્ન છે. જો કોઈ વ્યક્તિ કે સંસ્થા મતદારના અધિકાર સાથે ચેડાં કરે છે તો તેની જવાબદારી નક્કી થવી જ જોઈએ. વોટચોરીના સમગ્ર નેટવર્કમાં જે કોઈ જવાબદાર હોય તેમની સામે કાયદા મુજબ કડક કાર્યવાહી થવી જોઈએ. આજે ગુજરાતમાં કોંગ્રેસના આગેવાનો અને સેંકડો કાર્યકરો રસ્તા પર ઉતરીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે મતદારોના અધિકાર સાથે કોઈપણ પ્રકારની ગેરરીતિ કે ચેડાં કોંગ્રેસ સ્વીકારશે નહીં.

ગુજરાત કોંગ્રેસે ચૂંટણી પંચ સમક્ષ માંગ કરી છે કે SIR તથા મતદાર યાદી અંગે ઉઠેલા તમામ સવાલોના સ્પષ્ટ અને પારદર્શક જવાબ આપવામાં આવે, મતદાર યાદીમાં થયેલી કથિત ગેરરીતિઓની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે, સાચા મતદારોના મતાધિકારનું રક્ષણ કરવામાં આવે અને જો કોઈ ગેરરીતિ સાબિત થાય તો જવાબદાર વ્યક્તિઓ સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવામાં આવે. અમદાવાદમાં યોજાયેલા આજના વિરોધ પ્રદર્શન દ્વારા ગુજરાત કોંગ્રેસે ચૂંટણી પ્રક્રિયાની પારદર્શિતા, નિષ્પક્ષતા અને નાગરિકોના મતાધિકારના રક્ષણ માટે પોતાનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

વિધાનસભા વિરોધ પક્ષના નેતા ડૉ. તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે ચૂંટણી પંચની SIR પ્રક્રિયાને લઈને આજે જે ગંભીર સવાલો ઊભા થયા છે, તેનો સીધો ભોગ દેશનો સામાન્ય મતદાર બની રહ્યો છે. ખાસ કરીને આદિવાસી વિસ્તારોમાં રહેતા અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, બક્ષીપંચ સમાજ અને ગરીબ-વંચિત વર્ગ સહિતના એક-એક મતને નિશાન બનાવવાનો કોઈપણ પ્રયાસ અમે સહન નહીં કરીએ. સાચા મતદારનું નામ મતદાર યાદીમાંથી કાપવું એટલે તેના લોકશાહી અધિકાર પર સીધો હુમલો કરવા સમાન છે.

ચૂંટણી પંચે યાદ રાખવું જોઈએ કે મતદાર યાદી કોઈ સરકાર કે કોઈ રાજકીય પક્ષની મિલકત નથી; તે દેશના નાગરિકોના લોકશાહી અધિકારનો આધાર છે. SIRના નામે જો સાચા મતદારોના નામ કાપવામાં આવે અને ખોટી રીતે નામ ઉમેરવામાં આવે તો તેની સંપૂર્ણ જવાબદારી નક્કી થવી જોઈએ.

મતદારોને તેમના મતાધિકારથી વંચિત કરવાનો કોઈપણ પ્રયાસ કોંગ્રેસ સાંખી લેશે નહીં. ચૂંટણી પંચે સત્તાના ઈશારે નહીં, બંધારણના ઈશારે કામ કરવું જોઈએ. SIR અને મતદાર યાદી અંગેના તમામ સવાલોના જાહેરમાં જવાબ આપો, પારદર્શક તપાસ કરો અને જો કોઈ ગેરરીતિ થઈ હોય તો જવાબદાર લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરો. મત ચોરવાનો પ્રયાસ કરનારાઓ સામે ગુજરાત કોંગ્રેસ અંતિમ શ્વાસ સુધી લડત આપશે અને જનતાના એક-એક મતની રક્ષા કરશે.

ઉપરોક્ત વિરોધ અને ધરણા પ્રદર્શનમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ પ્રદેશ પ્રમુખ શ્રી ભરતસિંહજી સોલંકી, એઆઈસીસીના CEC સદસ્ય ડૉ. અમીબેન યાજ્ઞિક, એ.આઈ.સી.સી. મંત્રી અને ગુજરાત કોંગ્રેસના સહપ્રભારી શ્રી સુભાષીની યાદવ, અમદાવાદ શહેર પ્રમુખ શ્રીમતી સોનલબેન પટેલ, અમદાવાદ જિલ્લા પ્રમુખ શ્રી રાજેશ ગોહિલ, ધારાસભ્યશ્રી ઈમરાન ખેડાવાલા, શ્રી કાંતિભાઈ ખરાડી, શ્રી દિનેશજી ઠાકોર, કોર્પોરેટરશ્રીઓ, વિવિધ શહેર જિલ્લા સમિતિના આગેવાનશ્રીઓ સહિત સેકડો કાર્યકર્તાઓ જોડાયા હતા.