ગુજરાત યુનિવર્સિટીના મહાત્મા ગાંધી વિચાર પ્રસાર કેન્દ્ર દ્વારા મહાત્મા ગાંધીજીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે વિશેષ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારો અને વર્તમાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ ખાતે મહાત્મા ગાંધી વિચાર પ્રસાર કેન્દ્રના ઉપક્રમે ગાંધીજીના જન્મદિવસની ઉજવણી નિમિત્તે વિશેષ વ્યાખ્યાન યોજાયું હતુ યુનિવર્સિટીના નવરંગપુરા સ્થિત સ્વામી વિવેકાનંદ સંકુલ ખાતે આવેલા એચ.કે. સેન્ટર ફોર પ્રોફેશનલ ટ્રેનિંગમાં આ કાર્યક્રમ યોજાયો હતો.

કાર્યક્રમનો મુખ્ય વિષય “ગાંધીજીના શિક્ષણના વિચારો – રાષ્ટ્રીય શિક્ષણ નીતિ” રાખવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પ્રો. (ડો.) દલાભાઈ એમ. પટેલ, ડીનશ્રી, શિક્ષણ વિદ્યાશાખા, ગુજરાત વિદ્યાપીઠ દ્વારા વિશેષ વ્યાખ્યાન આપવામાં આવ્યું હતું.
વ્યાખ્યાન દરમિયાન મહાત્મા ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારો, શિક્ષણમાં મૂલ્યોનું મહત્વ તેમજ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ સાથે ગાંધીજીના શૈક્ષણિક વિચારોની પ્રાસંગિકતા અંગે ચર્ચા કરવામાં આવી હતી.
કાર્યક્રમમાં મહાત્મા ગાંધીજીના વિચારોને આજના શિક્ષણ ક્ષેત્ર સાથે જોડીને સમજાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. શિક્ષણ માત્ર ડિગ્રી મેળવવાનું માધ્યમ ન બની રહે પરંતુ વ્યક્તિના સર્વાંગી વિકાસ અને મૂલ્યનિર્માણમાં મહત્વની ભૂમિકા ભજવે તે દિશામાં ગાંધીજીના વિચારો પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
મહાત્મા ગાંધી વિચાર પ્રસાર કેન્દ્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો અને રસ ધરાવતા ઉપસ્થિતોએ વ્યાખ્યાનનો લાભ લીધો હતો. આ પ્રસંગે મહાત્મા ગાંધી વિચાર પ્રસાર કેન્દ્રના ડો જગદીશ ભાવસાર એ જણાવ્યુ હતું કે વિદ્યાર્થીઓમાં ગાંધી વિચારો પહોંચે તે માટે દર વર્ષે કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે
આ રીતે ગાંધીજીના શિક્ષણ અંગેના વિચારોને વર્તમાન રાષ્ટ્રીય શિક્ષણ નીતિના સંદર્ભમાં સમજાવતું આ વ્યાખ્યાન જ્ઞાનપ્રદ અને વિચારપ્રેરક બન્યું હતું

