સાબરકાંઠા જિલ્લામાં સામાજિક ન્યાય અને અધિકારિતા, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ વિભાગ અને જિલ્લા પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રધુમન વાજાની ઉપસ્થિતિમાં હિંમતનગરના મોતીપુરા ખાતે આવેલી શ્રીમતી રૂપાબેન લાધાભાઈ બધિર બાળકોની શાળામાં દિવ્યાંગજનો માટે સાધન સહાય તથા અન્ય લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમ સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના સમાજ સુરક્ષા પ્રભાગના ઉપક્રમે 'સેવા મેરા યોગદાન' અભિયાન અંતર્ગત યોજાયો હતો.
આ પ્રસંગે પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રધુમન વાજાએ જણાવ્યું હતું કે, દિવ્યાંગજનોના સશક્તિકરણ અને તેમને સમાજની મુખ્યધારામાં જોડવા માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. દિવ્યાંગજનોને જરૂરી સાધન સહાય અને સરકારી યોજનાઓના લાભો સમયસર મળી રહે તે માટે તંત્ર દ્વારા સંવેદનશીલતાપૂર્વક કામગીરી કરવામાં આવી રહી છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આજના કાર્યક્રમ દ્વારા મળતી સાધન સહાય દિવ્યાંગજનોને દૈનિક જીવનમાં વધુ સુગમતા અને આત્મનિર્ભરતા પ્રદાન કરશે. તેમણે દિવ્યાંગ બાળકોની પ્રતિભાને બિરદાવતા જણાવ્યું હતું કે, દિવ્યાંગતા વ્યક્તિની ક્ષમતાને મર્યાદિત કરતી નથી અને યોગ્ય તક તથા સહયોગ મળે તો દિવ્યાંગજનો સમાજ અને દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે. રાજ્ય સરકાર દિવ્યાંગજનોના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ છે.
પ્રભારી મંત્રીશ્રી ડૉ. પ્રધુમન વાજાના હસ્તે દિવ્યાંગજનોને સાધન સહાય તથા વિવિધ સરકારી યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જરૂરિયાતમંદ દિવ્યાંગજનો સુધી પહોંચે અને તેઓ વધુ સશક્ત તથા આત્મનિર્ભર બને તે દિશામાં આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રીનાબેન પટેલ, ધારાસભ્યશ્રી વી.ડી. ઝાલા,ધારાસભ્યશ્રી રમણલાલ વોરા,નગરપાલિકા પ્રમુખશ્રી અરુણાબેન કડિયા,જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી એચ. પી પટેલ, અધિક નિવાસી કલેક્ટરશ્રી ક્રિષ્ના વાઘેલા, પ્રાંત અધિકારીશ્રી આ સહિત વિવિધ પદાધિકારીશ્રીઓ, સંસ્થાના ટ્રસ્ટી શ્રી અમિતભાઇ પટેલ, નાનુભાઈ પટેલ, વિધાર્થીઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

