રાજ્ય સરકાર પ્રેરિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત આજે અમદાવાદ શહેરની શાળાઓમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત અમદાવાદની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ તથા શહેરની ખાનગી શાળાઓ મળીને કુલ 2,186 શાળાઓના 4,11,399 વિદ્યાર્થીઓએ 15 અલગ-અલગ થીમ આધારિત ચિત્ર સ્પર્ધામાં ભાગ લીધો, જ્યારે 56,200 વિદ્યાર્થીઓએ વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લીધો હતો.
આ પ્રસંગે વેજલપુર શાળા નં. 1 અને 2 ખાતે અમદાવાદના મેયર હિતેશભાઈ બારોટે વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા ચિત્રોનું નિરીક્ષણ કર્યું હતું. તેમની ઉપસ્થિતિમાં થીમ આધારિત વક્તૃત્વ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.

96 શાળાઓને 150 કોમ્પ્યુટરનું વિતરણ
માન. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિતભાઈ શાહની પ્રેરણા અને મેયર હિતેશભાઈ બારોટના માર્ગદર્શન હેઠળ ADC બેંક દ્વારા ગાંધીનગર લોકસભા મતવિસ્તારની મ્યુનિસિપલ અને માધ્યમિક શાળાઓ માટે રૂ. 1 કરોડની કિંમતના 150 કોમ્પ્યુટરનું વિતરણ કરવામાં આવ્યું.
આજે 96 શાળાના મુખ્ય શિક્ષકોને કોમ્પ્યુટરનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ કોમ્પ્યુટરના ઉપયોગથી શાળાના વહીવટી કાર્યોમાં સરળતા રહેવાની સાથે વિદ્યાર્થીઓને ટેકનોલોજી આધારિત શિક્ષણ મેળવવામાં પણ મદદ મળશે.
મેયર હિતેશભાઈ બારોટે જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને જરૂર જણાય તો તેમના ઘરે પણ કોમ્પ્યુટર ઉપલબ્ધ કરાવવાની તૈયારી દર્શાવી હતી.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
ડ્રોપઆઉટ વિદ્યાર્થીઓને કીટ વિતરણ
સેવા સંકલ્પ અભિયાન અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડની વિવિધ શાળાઓમાં ડ્રોપઆઉટ થયેલા વંચિત જૂથના 1,000થી વધુ બાળકોને કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
વિવિધ વિષયો પર વિદ્યાર્થીઓની સર્જનાત્મક અભિવ્યક્તિ
વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભ, જ્યોતિગ્રામ યોજના, શાળા પ્રવેશોત્સવ, સુજલામ સુફલામ, જલ જીવન, કૃષિ મહોત્સવ, સ્વચ્છ ભારત અભિયાન, ડિજિટલ ઈન્ડિયા, 108 સેવા, આયુષ્માન ભારત, ગરીબ કલ્યાણ મેળો, મેક ઈન ઈન્ડિયા, સ્ટેચ્યુ ઓફ યુનિટી, રામ મંદિર, વંદે ભારત, બુલેટ ટ્રેન, ચંદ્રયાન, વાઇબ્રન્ટ ગુજરાત અને વસુધૈવ કુટુંબકમ સહિતના વિષયો પર ચિત્રો દોરી પોતાની કલ્પનાશક્તિ અને સર્જનાત્મકતાનું પ્રદર્શન કર્યું હતું.
મેયર હિતેશભાઈ બારોટે પોતાના સંબોધનમાં વિદ્યાર્થીઓની સર્જનાત્મકતા અને વક્તૃત્વ કૌશલ્યની પ્રશંસા કરી હતી અને આ પ્રકારની પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસમાં મદદરૂપ બનતી હોવાનું જણાવ્યું હતું.
10 લાખથી વધુ લોકોએ નિહાળ્યું ચિત્ર પ્રદર્શન
આ સમગ્ર અભિયાન અંતર્ગત અમદાવાદના સાંસદો, ધારાસભ્યો, મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ, સ્કૂલ બોર્ડના હોદ્દેદારો, કાઉન્સિલરો, SMC અને SMDC સભ્યો, વાલીઓ, શિક્ષકો તથા વિદ્યાર્થીઓ સહિત 10 લાખથી વધુ લોકોએ વિદ્યાર્થીઓ દ્વારા દોરવામાં આવેલા ચિત્રોના પ્રદર્શનની મુલાકાત લીધી હતી.
‘સેવા સંકલ્પ અભિયાન’ દ્વારા વિદ્યાર્થીઓમાં સર્જનાત્મકતા, વક્તૃત્વ કૌશલ્ય, ટેકનોલોજી પ્રત્યેની સમજ તથા શિક્ષણ સાથે જોડાયેલી વિવિધ સામાજિક બાબતો અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

