શ્રાવણ માસની શિવરાત્રીના પાવન પર્વે અમદાવાદના નિકોલમાં અનોખો ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો. 1,000થી વધુ શિવભક્તોએ એકસાથે સવા લાખ માટીના શિવલિંગનું નિર્માણ કરી શાસ્ત્રોક્ત વિધિથી પૂજન-અર્ચન કર્યું હતું. આ ભવ્ય આયોજનને પગલે સમગ્ર નિકોલ પંથક હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

પવિત્ર શ્રાવણ માસ... અને મહાદેવની આરાધનાનો અનોખો સંગમ.

જાહેરાતAdvertisement

અમદાવાદના નિકોલ ખાતે શ્રાવણ વદ ચૌદશ એટલે કે શિવરાત્રીના પાવન દિવસે ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પૂજ્ય કમલદાદા શ્રી કમલેશકુમાર જે. ત્રિવેદી દ્વારા સતત 10મા વર્ષે આ વિશેષ અનુષ્ઠાનનું આયોજન કરવામાં આવ્યું હતું. એસ.પી. રિંગ રોડ, નિકોલ ખાતે ભક્તિ સર્કલ નજીક આવેલા રોયલ ઓક ફાર્મ અને રસરાજ જેકપોટ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા હતા.

આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા રહી સવા લાખ પાર્થેશ્વર શિવલિંગનું નિર્માણ.

કાર્યક્રમમાં ઉપસ્થિત 1,000થી વધુ શિવભક્તોએ પોતાના સ્વહસ્તે પવિત્ર માટીમાંથી શિવલિંગ બનાવ્યાં.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

ભક્તોએ સંપૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે શિવલિંગનું નિર્માણ કરી ભગવાન ભોળાનાથની આરાધના કરી હતી. ત્યારબાદ તૈયાર કરવામાં આવેલા સવા લાખ શિવલિંગનું શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે પૂજન અને અર્ચન કરવામાં આવ્યું.

વેદ મંત્રોના ગુંજતા નાદ વચ્ચે મહાદેવને અભિષેક કરવામાં આવ્યો અને ત્યારબાદ ભવ્ય મહાઆરતી યોજાઈ. એકસાથે મોટી સંખ્યામાં શિવલિંગ અને શિવભક્તોના દર્શનથી સમગ્ર સ્થળ પર આધ્યાત્મિક અને ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું.

શિવભક્તોએ ‘હર હર મહાદેવ’ અને ‘બમ બમ ભોલે’ના જયઘોષ સાથે ભગવાન શિવ પ્રત્યે પોતાની શ્રદ્ધા વ્યક્ત કરી હતી.

સતત 10મા વર્ષે યોજાયેલા આ ધાર્મિક અનુષ્ઠાનમાં મોટી સંખ્યામાં ભક્તોની હાજરી જોવા મળી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે આયોજકો અને સ્થાનિક શિવભક્તોએ ભારે જહેમત ઉઠાવી હતી.

આમ, નિકોલમાં શ્રાવણ શિવરાત્રીના પાવન પર્વે ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો અનોખો સંગમ જોવા મળ્યો અને સમગ્ર પંથક શિવમય બની ગયું.