ગુજરાતે ઈમરજન્સી રિસ્પોન્સ સિસ્ટમમાં મહત્વપૂર્ણ સીમાચિહ્ન હાંસલ કર્યું છે. હવે ફાયર ઈમરજન્સી સર્વિસને પણ ડાયલ 112 સાથે જોડવામાં આવી છે. આ સાથે ગુજરાત દેશનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે, જ્યાં મેડિકલ, પોલીસ, ફાયર, મહિલા અને બાળ ઈમરજન્સી સેવાઓને એક જ ડાયલ 112 પ્લેટફોર્મ હેઠળ સંપૂર્ણ રીતે એકીકૃત કરવામાં આવી છે.
ગુજરાતમાં 31 ઓગસ્ટ 2025ના રોજ રાજ્યવ્યાપી ડાયલ 112 સેવા શરૂ કરવામાં આવી હતી. તેનો હેતુ નાગરિકોને વિવિધ પ્રકારની ઈમરજન્સી માટે એક જ નંબર પર ઝડપી અને સંકલિત સેવા ઉપલબ્ધ કરાવવાનો હતો. હવે આ વ્યવસ્થામાં ફાયર સર્વિસનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

અત્યાર સુધી ફાયર ઈમરજન્સી માટે 101 નંબર પર કોલ કરવામાં આવતો હતો. ત્યારબાદ કંટ્રોલ રૂમમાંથી સંબંધિત ફાયર સ્ટેશન અને ફાયર વાહનને માહિતી પહોંચાડવામાં આવતી હતી. આ પ્રક્રિયામાં માહિતીના અનેક સ્તરે સંચાર થતો હોવાથી ક્યારેક સમય લાગી શકે તેવી સ્થિતિ રહેતી હતી.
હવે નવી ડિજિટલ વ્યવસ્થામાં નાગરિક 112 પર ફાયર ઈમરજન્સીનો કોલ કરશે ત્યારે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર દ્વારા ઘટનાની માહિતી અને લોકેશન ડિજિટલ રીતે મેળવવામાં આવશે. ત્યારબાદ ઘટનાસ્થળની નજીક ઉપલબ્ધ ફાયર અને રેસ્ક્યુ વાહનની ઓળખ કરીને તેની અંદર લગાવવામાં આવેલા મોબાઇલ ડેટા ટર્મિનલ એટલે કે MDT મારફતે સીધી માહિતી મોકલવામાં આવશે.
પ્રથમ તબક્કામાં અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, ગાંધીનગર અને ભાવનગર એમ છ મહાનગરપાલિકાઓમાં આ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. આ છ શહેરોમાં કુલ 237 ફાયર અને રેસ્ક્યુ વાહનોને GPS અને MDT ડિવાઇસથી સજ્જ કરવામાં આવ્યા છે.
MDT મારફતે ફાયર ટીમને રિયલ ટાઈમ ઈમરજન્સી એલર્ટ, ડિજિટલ અસાઇનમેન્ટ, ઘટનાસ્થળ સુધી પહોંચવા માટે મેપ આધારિત નેવિગેશન અને કંટ્રોલ રૂમ સાથે ડિજિટલ સંચાર જેવી સુવિધાઓ મળશે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
જો ઘટનાસ્થળે વધુ ફાયર વાહનો અથવા અન્ય સંસાધનોની જરૂર પડે તો ફાયર ટીમ MDT મારફતે જ વધારાના સંસાધનોની ડિજિટલ માંગ કરી શકશે. જેના કારણે વારંવાર વૉઇસ કમ્યુનિકેશન પર નિર્ભરતા ઘટશે અને વધારાની મદદ માટેની પ્રક્રિયા વધુ સંકલિત બનશે.
આ સિસ્ટમમાં ઈમરજન્સી કોલથી લઈને ઘટનાની કામગીરી પૂર્ણ થયા બાદ ડિજિટલ ક્લોઝર સુધીની સમગ્ર પ્રક્રિયાનો રેકોર્ડ તૈયાર થશે. તેના કારણે કોલ ક્યારે આવ્યો, કયું વાહન મોકલાયું, વાહન ક્યારે રવાના થયું, ઘટનાસ્થળે ક્યારે પહોંચ્યું અને કામગીરી ક્યારે પૂર્ણ થઈ તેની માહિતી ડિજિટલ રીતે ઉપલબ્ધ રહેશે.
આ ઉપરાંત સિસ્ટમમાંથી મળતા ડેટાના આધારે ઈમરજન્સીના સ્થળો, રિસ્પોન્સ ટાઈમ, ટ્રાવેલ ટાઈમ, ફાયર વાહનોનો ઉપયોગ અને આગની ઘટનાઓની સંખ્યા સહિતના વિવિધ પાસાઓનું વિશ્લેષણ કરી શકાશે. ભવિષ્યમાં આ ડેટાના આધારે નવા ફાયર સ્ટેશન, વાહનો અને માનવબળની જરૂરિયાતનું આયોજન કરવામાં મદદ મળશે.
આ સિસ્ટમને કાર્યરત કરવા માટે ફાયર કર્મચારીઓ અને કંટ્રોલ રૂમના સ્ટાફને તાલીમ આપવામાં આવી છે. સોફ્ટવેર અને MDT એપ્લિકેશનનું કોન્ફિગરેશન, IT સપોર્ટ અને હેલ્પડેસ્કની વ્યવસ્થા સહિતની તૈયારીઓ પણ પૂર્ણ કરવામાં આવી છે. 101 પર આવતા ફાયર ઈમરજન્સી કોલને 112 તરફ ડાયવર્ટ કરવા માટે BSNL સાથે પણ સંકલન કરવામાં આવ્યું છે.
આ રીતે હવે ગુજરાતમાં એક નંબર—112, અને અનેક ઈમરજન્સી સેવાઓ એક જ ડિજિટલ પ્લેટફોર્મ હેઠળ ઉપલબ્ધ બનશે. ફાયર સર્વિસના એકીકરણ સાથે ગુજરાતે ઈમરજન્સી રિસ્પોન્સને વધુ ટેક્નોલોજી આધારિત અને સંકલિત બનાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું ભર્યું છે.
ડાયલ 112—દરેક ઈમરજન્સી માટે એક નંબર, અને દરેક નાગરિક માટે એકીકૃત રિસ્પોન્સ.

