FIBA અંડર-18 એશિયા કપમાં ખેલાડી, કોચ અને ફિઝિયો તરીકે ત્રણ ગુજરાતીઓ દેશનું પ્રતિનિધિત્વ કરશે
*

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
ગુજરાત હવે માત્ર વેપાર-ઉદ્યોગ જ નહીં, પરંતુ વૈશ્વિક રમતગમતના નકશા પર પણ પોતાની મજબૂત ઓળખ પ્રસ્થાપિત કરી રહ્યું છે. અમદાવાદના નારણપુરા સ્થિત અત્યાધુનિક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે આગામી તા. 13 થી 23 ઑગસ્ટ, 2026 દરમિયાન 'FIBA અંડર-18 એશિયા બાસ્કેટબોલ કપ' યોજાવા જઈ રહ્યો છે.
એશિયા-ઓશિનિયા ક્ષેત્રના 16 દેશોની શ્રેષ્ઠ ટીમો જ્યારે આ એશિયન ટાઇટલ અને વર્ષ 2027ના અંડર 19 વર્લ્ડ કપ ક્વોલિફિકેશન માટે આમને સામને થશે, ત્યારે ત્રણ ગુજરાતી પ્રતિભાઓ ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ કરશે અને અલગ અલગ જવાબદારી નિભાવશે. જે સમગ્ર રાજ્ય માટે ગૌરવની ક્ષણ બની રહેશે.
છેલ્લા એક મહિનાથી અમદાવાદ ખાતે ચાલી રહેલા ભારતીય ટીમના સઘન પ્રશિક્ષણ કેમ્પ બાદ જાહેર થયેલી આખરી 12 સભ્યોની ટીમ અને સપોર્ટ સ્ટાફમાં ગુજરાતની ત્રિપુટીએ સ્થાન મેળવ્યું છે.
ભાવનગરના ઊભરતા ખેલાડી રોનાલ્ડો હોપકિન્સ મુખ્ય ટીમમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે, જ્યારે રમતગમત વિભાગના અનુભવી કોચ નરેન્દ્ર દેસાઈ આસિસ્ટન્ટ કોચ તરીકે અને ડૉ. કૃણાલ ચુડાસમા લીડ ફિઝિયોથેરાપિસ્ટ તરીકે ભારતીય U18 મેન્સ ટીમની કમાન સંભાળશે.

આ ત્રણેય મૂળ ગુજરાતી પ્રતિભાઓનો નેશનલ ટીમમાં સમાવેશ એ વાતની પ્રતીતિ કરાવે છે કે રાજ્ય સરકારના 'ખેલ મહાકુંભ', ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ (DLSS) જેવા પ્રકલ્પો અને શક્તિદૂત જેવી યોજનાઓ હવે જમીની સ્તરે રંગ લાવી રહી છે.
પ્રાથમિક શાળા અને સ્થાનિક ક્લબ સ્તરથી શરૂઆત કરીને સાઉથ એશિયન ચેમ્પિયનશિપ (SABA)માં ભારતને વિજેતા બનાવનાર ખેલાડી રોનાલ્ડો હોપકિન્સે પોતાના અનુભવો શૅર કરતાં જણાવ્યું હતું કે, "સરકાર દ્વારા મળતી આર્થિક સહાય, સ્ટેટ-ઓફ-ધી-આર્ટ ડાયેટ અને વર્લ્ડ ક્લાસ સ્તરની સુવિધાઓએ મારી રમતને નવો વળાંક આપ્યો છે. હવે હોમ ગ્રાઉન્ડ પર એશિયા કપમાં ભારત માટે શ્રેષ્ઠ પ્રદર્શન કરવું એ જ મારો મુખ્ય લક્ષ્યાંક છે."
તેવી જ રીતે, સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીના માધ્યમથી તાલીમ મેળવીને રાષ્ટ્રીય ટીમ સુધી પહોંચેલા આસિસ્ટન્ટ કોચ નરેન્દ્ર દેસાઈએ રાજ્યની સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમને બિરદાવતા કહ્યું હતું કે, "વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરાવેલા 'ખેલ મહાકુંભ'થી સફર શરૂ કરીને આજે હું ભારતીય ટીમનો આસિસ્ટન્ટ કૉચ બન્યો છું. ગુજરાતમાં ચાલી રહેલી શક્તિદૂત અને એકેડેમી સ્કીમ્સ જેવી યોજનાઓના પરિણામે આપણા ખેલાડીઓ હવે વૈશ્વિક સ્પર્ધાઓમાં દેશ અને રાજ્યનું નામ રોશન કરી રહ્યા છે."
બીજી તરફ, માત્ર ખેલાડીઓ જ નહીં, પરંતુ સ્પોર્ટ્સ સાયન્સ સ્ટાફને મળતા પ્રોત્સાહન અંગે વાત કરતા ટીમ ફિઝિયોથેરાપિસ્ટ ડૉ. કૃણાલ ચુડાસમાએ ઉમેર્યું હતું કે, "રાજ્ય સરકાર ખેલાડીઓની સાથે ફિઝિયોથેરાપિસ્ટ અને ન્યુટ્રિશનિસ્ટ જેવા સ્પોર્ટ્સ સાયન્સ સ્ટાફને પણ સમાન પ્રોત્સાહન આપે છે. જેના કારણે ખેલાડીઓની ઇન્જરી પ્રિવેન્શન અને મસ્ક્યુલોસ્કેલેટલ સ્ક્રીનિંગ માટે અહીં સુપર સ્પેસિફિક સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકી છે."
કેમ્પ દરમિયાન ઉપસ્થિત U18 ભારતીય મેન્સ ટીમના હેડ કોચ અને હાલ ગુજરાતમાં સેવા આપી રહેલા પરમદીપ સિંઘ તેમજ અન્ય રાજ્યોના કોચિંગ સ્ટાફે અમદાવાદના વર્લ્ડ-ક્લાસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને હોસ્પિટાલિટીના મુક્ત મને વખાણ કર્યા છે.
સૂચિત સુવિધાઓ અંગે સંતોષ વ્યક્ત કરતા હેડ કોચ પરમદીપ સિંઘે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, "વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એ ભારતનું વન ઓફ ધ બેસ્ટ ફેસિલિટી ધરાવતું સેન્ટર ઓફ એક્સેલન્સ છે. અહીંનું વાતાવરણ અને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ જોઈને પ્રતીતિ થાય છે કે ભારત હવે વૈશ્વિક રમતગમતની મોટી ઇવેન્ટ્સનું સફળ આયોજન કરવા પૂર્ણપણે સજ્જ છે."
તમિલનાડુ અને કેરળથી આવેલા આસિસ્ટન્ટ કોચિસનું પણ માનવું છે કે અમદાવાદમાં જે સ્તરનું સ્ટેડિયમ અને એટ્મોસ્ફિયર ખેલાડીઓને પૂરું પાડવામાં આવી રહ્યું છે તે અદ્ભુત છે. આ પ્રકારનું વૈશ્વિક સ્તરનું વાતાવરણ આગામી સમયમાં રમાનારી કોમનવેલ્થ ગેમ્સ, વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ અને વડાપ્રધાનશ્રીના ’ઓલિમ્પિક્સ 2036’ના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં અમદાવાદને 'ગ્લોબલ સ્પોર્ટ્સ કેપિટલ' તરીકે પ્રસ્થાપિત કરી રહ્યું છે.
FIBA એશિયા, ગુજરાત સરકાર, બાસ્કેટબોલ ફેડરેશન ઑફ ઇન્ડિયા (BFI) અને ગુજરાત સ્ટેટ બાસ્કેટબોલ એસોસિએશનના સંયુક્ત આયોજન હેઠળ રમાનારી આ ચેમ્પિયનશિપમાં ભારત ઉપરાંત ઓસ્ટ્રેલિયા, બહેરીન, ચીન, ચાઇનીઝ તાઈપેઈ, ઈરાન, જાપાન, કઝાકિસ્તાન, કોરિયા, લેબનોન, ન્યુઝીલેન્ડ, ફિલિપાઈન્સ, કતાર, શ્રીલંકા, સીરિયા અને થાઈલેન્ડ એમ કુલ ૧૬ દેશ ચાર-ચાર ટીમના ગ્રૂપમાં ભાગ લઈ લેશે.
• ગ્રૂપ સ્ટેજ મેચોમાં ભારતનો સામનો કોરિયા, જાપાન અને કઝાકિસ્તાન સામે થશે.
ટૂર્નામેન્ટની ફાઇનલ 23 ઑગસ્ટ, 2026ના રોજ યોજાશે
બાસ્કેટબોલ ફેડરેશનના હોદ્દેદારો અને આયોજકો દ્વારા સમગ્ર ગુજરાતના રમતપ્રેમીઓને મોટી સંખ્યામાં સ્ટેડિયમમાં હાજર રહી, ભારતીય ટીમનો ઉત્સાહ વધારવા માટે અનુરોધ કર્યો છે.

