આંતરરાષ્ટ્રીય સર્પદંશ જાગૃતિ દિવસ નિમિત્તે અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગ દ્વારા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.આર. બી. કાપડિયા ના માર્ગદર્શન હેઠળ સર્પદંશ અંગે જનજાગૃતિ અને સમયસર સારવારનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે. સર્પદંશ એક તબીબી કટોકટી છે અને યોગ્ય સમયે સારવાર મળે તો ગંભીર પરિણામો અટકાવી શકાય છે.

આજે અમદાવાદ ગ્રામ્યના 100 કરતાં વધુ આયુષ્યમાન આરોગ્ય મંદિરો દ્વારા સર્પદંશ થી બચાવ જાગૃતિ અર્થે લધુ શિબિર કરવામાં આવી તથા ૨૫ કરતાં વધુ શાળાઓના બાળકોને પણ સર્પદંશ થી કેવી રીતે બચવું તે બાબતે જાગૃત કરવામાં આવ્યા.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

જિલ્લા રોગચાળા નિયંત્રણ અઘિકારી અમદાવાદ ડો. ચિંતન દેસાઈ ના જણાવ્યા અનુસાર સર્પદંશ થાય ત્યારે વ્યક્તિને શાંત રાખવી, હલનચલન ઓછું કરવું, ડંખવાળા અંગને સ્થિર રાખવું અને તાત્કાલિક નજીકની સરકારી આરોગ્ય સંસ્થા અથવા હોસ્પિટલમાં પહોંચાડવું જરૂરી છે. ડંખની જગ્યાએ ચીરો મૂકવો, ઝેર ચૂસવું, દોરડું કે ટુર્નિકેટ કસીને બાંધવું, બરફ લગાવવો, ઘરગથ્થુ ઉપચાર કે ઝાડફૂંક કરાવવી નહીં. સાપને પકડવા કે મારવાનો પ્રયાસ પણ ન કરવો.

અમદાવાદ ગ્રામ્ય આરોગ્ય વિભાગ દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવે છે કે સર્પદંશ અંગેની અંધશ્રદ્ધાથી દૂર રહી તાત્કાલિક તબીબી સારવાર લે અને અન્ય લોકોને પણ જાગૃત કરે.

“સર્પદંશમાં સમય અમૂલ્ય છે—વિલંબ નહીં, તાત્કાલિક સારવાર જ જીવન બચાવે છે.”