અમદાવાદ: શહેરોમાં રસ્તાના ખાડા અને તૂટેલા કોંક્રિટ રોડના સમારકામમાં લાંબો સમય લાગતો હોવાથી ટ્રાફિકની સમસ્યા ઊભી થાય છે. આ સમસ્યાના ઉકેલ માટે જીઓપોલિમર ટેક્નોલોજી ઝડપી, મજબૂત અને અસરકારક વિકલ્પ બની શકે છે. આ ટેક્નોલોજીની મદદથી યોગ્ય પરિસ્થિતિમાં માત્ર બે કલાકમાં સમારકામ પૂર્ણ કરીને રસ્તો ફરી વાહનવ્યવહાર માટે ખુલ્લો કરી શકાય છે.

ક્લિંકરમુક્ત સામગ્રીથી ઝડપી અને મજબૂત સમારકામ

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

જીઓપોલિમર ટેક્નોલોજીમાં ક્લિંકરમુક્ત સામગ્રીનો ઉપયોગ થાય છે, જેના કારણે કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવામાં મદદ મળે છે. ઔદ્યોગિક બાય-પ્રોડક્ટ્સ અને ખાસ મિનરલ આધારિત બાઇન્ડર્સને એક્ટિવેટ કરીને મજબૂત મટિરિયલ તૈયાર કરવામાં આવે છે. તેમાં માત્ર પાણી ઉમેરીને ખાડામાં ભરવાની પ્રક્રિયા કરવામાં આવે છે અને આશરે બે કલાકમાં રસ્તો વાહનવ્યવહાર માટે ફરી ખુલ્લો કરી શકાય છે.

આ ટેક્નોલોજી મુખ્યત્વે કોંક્રિટ રોડના સમારકામ માટે ઉપયોગી છે. જરૂરિયાત અને યોગ્ય પરિસ્થિતિ મુજબ અમુક બિટુમિનસ રોડના ભાગોમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

સામાન્ય રોડની મજબૂતી આશરે 24 MPa જેટલી હોય છે, જે પરીક્ષણ મુજબ જીઓપોલિમર ટેક્નોલોજીમાં માત્ર બે કલાકમાં પ્રાપ્ત થઈ શકે છે. આથી રસ્તો લાંબા સમય સુધી બંધ રાખવાની જરૂરિયાત ઘટે છે.

આખી કોંક્રિટ પેનલ તોડ્યા વિના ખાડાનું સમારકામ

જાહેરાતAdvertisement

કોંક્રિટ રોડમાં વિવિધ કદના ખાડાનું સમારકામ આખી કોંક્રિટ પેનલ તોડીને દૂર કર્યા વિના કરી શકાય છે. જરૂરિયાત મુજબ માત્ર તૂટેલા અથવા નુકસાનગ્રસ્ત ભાગનું જ સમારકામ કરવામાં આવે છે. આથી સમય, સામગ્રી અને ખર્ચની બચત થાય છે.

કોલ્ડ મિક્સ અને હોટ મિક્સ જેવા ઉપાયોનો ઉપયોગ કોંક્રિટ રોડ પર મોટાભાગે કામચલાઉ સમારકામ માટે થાય છે, જે સમય જતાં ઘસાઈ શકે છે. તેની સરખામણીએ જીઓપોલિમર ટેક્નોલોજી વધુ મજબૂત અને લાંબા સમય સુધી ટકી રહે તેવું સમારકામ પૂરું પાડે છે.

નાગરિકો અને શહેર માટે અનેક લાભ

જીઓપોલિમર ટેક્નોલોજીના ઉપયોગથી માત્ર બે કલાકમાં ટ્રાફિક શરૂ કરી શકાય છે, જેથી રસ્તો બંધ રહેવાનો સમય ઘટે છે. સમારકામ બાદ ક્યોરિંગ માટે પાણી છાંટવાની જરૂર પડતી નથી. પરિણામે પાણીની સાથે ઘણા દિવસો સુધી ક્યોરિંગ માટે જરૂરી મજૂરી અને દેખરેખની પણ બચત થાય છે.

ક્લિંકરમુક્ત સામગ્રીના ઉપયોગને કારણે આ ટેક્નોલોજી પર્યાવરણને અનુકૂળ બાંધકામ તરફનું મહત્વપૂર્ણ પગલું બની શકે છે. યોગ્ય પરિસ્થિતિમાં ચોમાસા દરમિયાન પણ તેનો ઉપયોગ કરી શકાય છે.

આ કામગીરી માટે બે વર્ષની ડિફેક્ટ લાયબિલિટી પિરિયડ (DLP) રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સમારકામ કરાયેલા ભાગમાં કામગીરી સંબંધિત કોઈ ખામી જણાય તો નિર્ધારિત શરતો મુજબ તેનું જરૂરી સમારકામ કરવામાં આવશે.

અન્ય શહેરોમાં પણ ઉપયોગ

મુંબઈના ઈસ્ટર્ન અને વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે સહિત અન્ય શહેરોમાં પણ જીઓપોલિમર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઝડપી રોડ રિપેર, પાણી અને મજૂરીની બચત, આખી કોંક્રિટ પેનલ તોડ્યા વિના ખાડાનું સમારકામ અને ઓછા સમયમાં વાહનવ્યવહાર શરૂ કરવાની ક્ષમતાને કારણે આ ટેક્નોલોજી ભવિષ્યમાં શહેરોના રોડ સમારકામ માટે મહત્વપૂર્ણ વિકલ્પ બની શકે છે.