વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશભરમાં આયોજિત 20મા રાષ્ટ્રીય રોજગાર મેળા અંતર્ગત આજે અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી ખાતે નિમણૂક પત્ર એનાયત સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબહેન બાંભણીયા અને રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા સહિતના મહાનુભાવોના હસ્તે 267 યુવાનોને નિમણૂક પત્ર અપાયા.

આ રાષ્ટ્રીય અભિયાન હેઠળ કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં હજારો યુવાનોને સરકારી સેવામાં સામેલ થવાનો અવસર પ્રાપ્ત થયો હતો. આ પ્રસંગે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા દેશભરના નવનિયુક્ત યુવાનોને સંબોધ્યા અને અભિનંદન પાઠવ્યા હતા. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી જિતેન્દ્ર સિંહે ઓનલાઇન માધ્યમથી સ્વાગત પ્રવચન કરીને કેન્દ્ર સરકારની યુવાનો માટેની યોજનાઓ અને કાર્યક્રમોની વિગતો જણાવી હતી.

જાહેરાતAdvertisement

આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નીમુબહેન બાંભણીયાએ નવનિયુક્ત કર્મયોગીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને રાષ્ટ્ર સેવામાં યોગદાન આપવા આહ્વાન આપ્યું હતું. કેન્દ્રીય રાજ્યમંત્રીશ્રીએ નવનિયુક્ત કર્મયોગીઓને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી થવા પણ અપીલ કરી હતી.

આ વિશેષ કાર્યક્રમમાં અમદાવાદ ખાતે કુલ 267 ઉત્સાહી યુવાનોને સરકારી નોકરી માટેના નિયુક્તિ પત્રો અર્પણ કરવામાં આવ્યા હતા. નિયુક્તિ પામેલા કુલ ઉમેદવારોમાંથી 72 જેટલી મહિલાઓ પણ સામેલ છે, જે દેશની નારી શક્તિ અને મહિલા સશક્તિકરણની મજબૂત કડી સમાન છે. આ ઉપરાંત, આ યાદીમાં 2 દિવ્યાંગ ઉમેદવારો પણ પોતાની દૃઢ ઇચ્છાશક્તિ અને મહેનતના બળે સરકારી સેવામાં સ્થાન મેળવવામાં સફળ રહ્યા છે.

પારદર્શક અને ઝડપી ભરતી પ્રક્રિયાના માધ્યમથી સરકારી નોકરી મેળવનાર આ નવનિયુક્ત યુવાઓમાં ભારે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો.

નવનિયુક્ત યુવાનોને કેન્દ્ર સરકારના અત્યંત મહત્વપૂર્ણ અને પ્રતિષ્ઠિત વિભાગોમાં જવાબદારીઓ સોંપવામાં આવી છે. જેમાં મુખ્યત્વે આયકર (Income Tax) વિભાગ, ડાક (ટપાલ) વિભાગ, ભારતીય રેલવે, બેંકિંગ ક્ષેત્ર, કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO), કોસ્ટગાર્ડ, સી.આઈ.એસ.એફ. (CISF) તેમજ નાગરિક ઉડ્ડયન વિભાગ જેવા કેન્દ્રીય વિભાગોનો સમાવેશ થાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં યુવાઓને આત્મનિર્ભર અને રોજગાર યુક્ત બનાવવા માટે ચલાવવામાં આવી રહેલા આ અભિયાનથી દેશ તેમજ રાજ્યભરમાં યુવાનો માટે રોજગારીની નવી તકો ખુલી રહી છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

આ પ્રસંગે શહેરી વિકાસ રાજયમંત્રી શ્રીમતી દર્શનાબહેન વાઘેલા, સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, સાંસદ શ્રી દિનેશ મકવાણા, અમદાવાદ શહેરના મેયર શ્રી હિતેષ બારોટ, ધારાસભ્ય સર્વેશ્રી અમિતભાઈ શાહ, શ્રી અમિત ઠાકર, શ્રી કૌશિકભાઈ જૈન, શ્રી દિનેશ કુશવાહા, ડૉ. હસમુખ પટેલ, વિવિધ કેન્દ્રીય કચેરીઓના ઉચ્ચ અધિકારીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.