લઘુ ઉદ્યોગ ભારતી ગુજરાતના પ્રતિનિધિ મંડળે માનનીય કેન્દ્રીય મંત્રી શ્રીઓ શ્રી પીયૂષ ગોયલજી, શ્રી સી.આર પાટિલજી, શ્રી મનસુખ માંડવિયાજી, શ્રી અશ્વિની વૈષ્ણવજી, શ્રી ગિરિરાજ સિંહજી, શ્રી સર્વાનંદ સોનવલેજી, શ્રી જી.કિશન રેડ્ડીજી, શ્રીમતી શોભાજી કરાંદલેજે સાથે શુભેચ્છા મુલાકાત કરી અને 23 થી 26 ઓક્ટોબર 2026 દરમિયાન ગાંધીનગરના હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે યોજાનાર 15મા ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેયર – ઉદ્યમ 2026 માં પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું.
આ મુલાકાત દરમિયાન ઇન્ડિયા ઇન્ડસ્ટ્રિયલ ફેયર – ઉદ્યમ 2026ની તૈયારીઓ, દેશના MSME અને મેન્યુફેક્ચરિંગ ક્ષેત્ર માટે ઊભી થતી નવી તકો, તેમજ ભારતીય ઉદ્યોગકારોને નવા બજારો, વ્યાપારિક જોડાણો અને વિકાસની નવી તકો સાથે જોડવાના મેળાના ઉદ્દેશ્યો અંગે ચર્ચા કરવામાં આવી.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આ ઔદ્યોગિક મેળો દેશભરના ઉદ્યોગકારો, ઉત્પાદકો અને વ્યવસાયિકોને એક મંચ પર લાવી વ્યાપારિક સંબંધોને મજબૂત કરવા, બજાર વિસ્તરણને પ્રોત્સાહન આપવા અને નવા બિઝનેસ અવસરોનું સર્જન કરવા માટે મહત્વપૂર્ણ મંચ બનશે.
આ પ્રતિનિધિમંડળમાં લઘુ ઉદ્યોગ ભારતીના રાષ્ટ્રીય સંગઠન મંત્રી આદરણીય શ્રી પ્રકાશજી ભાઈ સાહેબ, રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી મધુસુદન દાદુજી, રાષ્ટ્રીય મહાસચિવ શ્રી ઓમપ્રકાશ ગુપ્તાજી, રાષ્ટ્રીય સંયુક્ત મહાસચિવ શ્રી નરેશજી પારીક, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ શ્રી ઈશ્વરભાઈ પટેલજી, સંભાગ મહાસચિવ શ્રી અશોક પટેલજી, શ્રી બળદેવભાઈ પ્રજાપતિજી, શ્રી વજુભાઈ વઘાસિયાજી તેમજ કર્ણાવતી જીલ્લા અધ્યક્ષ શ્રી જયકલ્પ પટેલજી ઉપસ્થિત રહ્યા

