અમદાવાદ શહેરમાં આગામી નવરાત્રી મહોત્સવ-2026 શાંતિપૂર્ણ અને સુરક્ષિત વાતાવરણમાં ઉજવાય તે માટે આજે, તા. 30 સપ્ટેમ્બર 2026ના રોજ, પોલીસ કમિશનર કચેરી ખાતે ગરબા આયોજકો સાથે મહત્વની બેઠક યોજાઈ હતી.
માનનીય પોલીસ કમિશનરશ્રી, અમદાવાદ શહેરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં શહેરના સંયુક્ત અને અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર, મદદનીશ પોલીસ કમિશનર, પોલીસ ઇન્સ્પેક્ટરો, SHE Teamના ઇન્ચાર્જ તેમજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચીફ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં ગરબા આયોજકોને રાસ-ગરબાનું પરફોર્મન્સ લાયસન્સ મેળવવાની પ્રક્રિયા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આયોજકોએ ગુજરાત સરકારના IFP પોર્ટલ પર જરૂરી દસ્તાવેજો સાથે અરજી કરવાની રહેશે.
આ ઉપરાંત ફાયર સેફ્ટી માટે NOC, ઇલેક્ટ્રિકલ સેફ્ટીનું પ્રમાણપત્ર, જાહેર હિતની વીમા પોલિસી, CCTVની વ્યવસ્થા, સુરક્ષા ગાર્ડ અને મહિલા સુરક્ષા ગાર્ડ, મેટલ ડિટેક્ટર તેમજ Entry-Exit અને Emergency Exitની યોગ્ય વ્યવસ્થા ફરજિયાત રાખવા અંગે સૂચનાઓ આપવામાં આવી હતી.
ખુલ્લી જગ્યામાં ટેન્ટ અને સ્ટેજ ઊભું કરવામાં આવે તો સ્ટ્રક્ચરની સલામતી અંગે PWDનું NOC મેળવવા પણ જણાવાયું હતું.
ખાસ કરીને મોટા ગરબા આયોજનોમાં ખેલૈયાઓની સંખ્યા ગણવા માટે AI આધારિત CCTV કેમેરા લગાવવા આયોજકોને સૂચના આપવામાં આવી છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
સાથે જ ગરબા સ્થળે લોકોની સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને નશીલા પદાર્થો કે નશીલા પ્રવાહીનું સેવન કરનાર વ્યક્તિઓ ગરબા સ્થળે પ્રવેશ ન કરે તે માટે વિશેષ તકેદારી રાખવા પોલીસ દ્વારા સૂચના આપવામાં આવી છે.
અમદાવાદમાં નવરાત્રી દરમિયાન સુરક્ષા અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ વિભાગ દ્વારા આયોજકોને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપવામાં આવી છે.

