સુખરામનગર અમરાઈવાડી વોર્ડ સખી સંઘની માનનીય મુખ્યમંત્રીશ્રીને રજૂઆત બાદ સંત વિનોબાનગરના 250 જેટલા ઝૂંપડાવાસીઓને મુખ્યમંત્રી કાર્યાલય તરફથી હકારાત્મક (ઝૂંપડા સામે મકાન આપવા) પ્રતિસાદ સાથે આગળની કાર્યવાહી માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો સંપર્ક કરવા જણાવતાં સંઘ કોર્પોરેશન પહોચ્યો.
સુખરામનગર અમરાઈવાડી વોર્ડ સખી સંઘ દ્વારા અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને ૧૦ થી વધુ વખત રજૂઆતો કરવા છત્તા કોઈ જવાબ આપવામાં આવેલ નથી. આખરે સુખરામનગર અમરાઈવાડી વોર્ડ સખી સંઘની માનનીય મુખ્યમંત્રી કાર્યાલયમાં રજૂઆત કરતા મુખ્યમંત્રીશ્રીએ હકારાત્મક (ઝૂંપડાવાસીઓને મકાન આપવાની ખાતરી) આપી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને જાણ કરી બાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના હાઉસિંગ વિભાગ તરફ સુખરામનગર અમરાવાડી વોર્ડ સખી સંઘને પત્ર દ્વારા ઝૂંપડાવાસીઓને સમાવવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેવી જાણ કરાઈ છે. ત્યારે અહીંના સ્થાનિક લોકોના જીવ જોખમમાં હોવાનું ધ્યાને રાખીને, સુખરામનગર અમરાઈવાડી સખી સંઘના પ્રમુખ ગીતાબેન તથા મંત્રી મમતાબેન દ્વારા તંત્ર પાસે તાત્કાલિક ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી વહેલી તકે મકાનોનું નિર્માણ કરવા તેમજ સમયસર ભાડાની રકમ ચૂકવવાની વ્યવસ્થા સુનિશ્ચિત કરવા ભારપૂર્વક ઉગ્ર માંગ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે ઘણા સમયથી જુદી જુદી જગ્યાએ સંત વિનોબા નગર ના 250 થી પણ વધુ ઝૂંપડાવાસીઓ અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી રહ્યા છે પરંતુ હજુ સુધી તેમના પ્રશ્નો ઉકેલાયા નથી અને નિરાશા જ સાંપડી છે

