સિવિલ હોસ્પિટલના સંકલનથી અંગ અને પેશી દાનનો આંકડો 1100ને પાર
અંગદાનની દરેક ઘટના પાછળ પરિવારનો મહાન નિર્ણય અને સિવિલ હોસ્પિટલના સમયસર કાઉન્સિલિંગનું મોટું યોગદાન:- ડૉ. રાકેશ જોશી, તબીબી અધિક્ષક, અમદાવાદ સિવિલ હોસ્પિટલ

અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક સફળ અંગદાન નોંધાયું છે, જે રાજ્ય સરકાર અને સિવિલ હોસ્પિટલ તંત્રના અંગદાન પ્રત્યેના સંવેદનશીલ અને ઉમદા પ્રયાસોની ઉત્કૃષ્ટ મિસાલ પૂરી પાડે છે.
ખેડા જિલ્લાના નડિયાદના રહેવાસી 46 વર્ષીય લખમણી મહેશભાઈને ગત 24 સપ્ટેમ્બરના રોજ અકસ્માત નડતા પ્રથમ નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી હતી. ત્યારબાદ વધુ સઘન સારવાર અર્થે 25 સપ્ટેમ્બરના રોજ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તબીબોની તમામ સઘન સારવાર અને પ્રયાસો છતાં તેમની તબિયતમાં સુધારો ન થતાં, 26 સપ્ટેમ્બરના રોજ તબીબી તપાસ અને જરૂરી પ્રોટોકોલ મુજબ તેમને બ્રેઈનડેડ જાહેર કરવામાં આવ્યા હતા.
આ દુઃખદ પરિસ્થિતિમાં સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમના ડૉ. જીનેન પંડ્યાએ મહેશભાઈના પત્ની અમિતાબેનને અંગદાનના મહત્વ અને તેનાથી જરૂરિયાતમંદ દર્દીઓને મળતા જીવનદાન અંગે માર્ગદર્શન આપ્યું હતું. પતિને ગુમાવવાના અસહ્ય દુઃખ વચ્ચે પણ અમિતાબેને પરોપકારની ભાવના સાથે પતિના અંગોનું દાન કરવાનો સંવેદનશીલ નિર્ણય લીધો હતો, જેનાથી પાંચ દર્દીઓને નવજીવન મળવાની આશા જાગી છે.
મહેશભાઈના અંગદાનથી કુલ પાંચ અંગો પ્રાપ્ત થયા છે, જેમાં એક હૃદય, એક લીવર, બે કિડની અને એક સ્વાદુપિંડ (પેનક્રિયાસ)નો સમાવેશ થાય છે. જેમાંથી લીવર, બે કિડની તેમજ પેનક્રિયાઝને સિવિલ મેડિસિટી કેમ્પસમાં જ આવેલી કિડની હોસ્પિટલમાં તેમજ હૃદયને સિવિલ મેડીસીટી કેમ્પસની યુએન મહેતા હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ માટે મોકલવામાં આવ્યા છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં 256 અંગદાતાઓ પાસેથી કુલ 849 અંગોનું દાન પ્રાપ્ત થયું છે, જેમાં 230 લીવર, 472 કિડની, 24 સ્વાદુપિંડ, 81 હૃદય, 34 ફેફસાં, 6 હાથ અને 2 નાના આંતરડાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 204 ચક્ષુ અને 50 ચામડી સહિતની 254 પેશીઓનું પણ દાન પ્રાપ્ત થયું છે. આમ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં કુલ 1103 અંગો અને પેશીઓનું દાન સફળતાપૂર્વક મેળવીને દર્દીઓ સુધી પહોંચાડવામાં આવ્યું છે, જેનાથી અંગદાન અને પેશી દાનનો કૂલ આંકડો 1100ને પાર કરી ગયો છે.
સિવિલ હોસ્પિટલ અમદાવાદના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉ. રાકેશ જોશીએ જણાવ્યું હતું કે, “અંગદાનની દરેક ઘટના પાછળ એક પરિવારનું મોટું દુઃખ અને માનવતાનો એક મહાન નિર્ણય જોડાયેલો હોય છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ દ્વારા સતત કરવામાં આવતા પ્રયાસો, સમયસર કાઉન્સિલિંગ, તબીબી ટીમો સાથેનું સંકલન અને પરિવારજનોને આપવામાં આવતું માર્ગદર્શન અંગદાનની સમગ્ર પ્રક્રિયામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મહેશભાઈના પરિવારજનો દ્વારા દુઃખની આ ઘડીમાં લેવામાં આવેલો અંગદાનનો નિર્ણય સમાજ માટે પ્રેરણારૂપ છે.”
તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અંગદાનના આ સતત પ્રયાસોમાં સિવિલ હોસ્પિટલની અંગદાન ટીમ, તબીબો, કાઉન્સિલરો, નર્સિંગ અને અન્ય સહાયક સ્ટાફ દ્વારા કરવામાં આવતી સતત કામગીરી અત્યંત મહત્વપૂર્ણ સાબિત થઈ રહી છે.

