અમદાવાદમાં આવેલી લક્ઝરી કલેક્શન હોટેલ આઇટીસી નર્મદા તેની સમગ્ર વર્ષ દરમિયાન ચાલનારી ‘52 સન્ડેઝ, 52 થીમ્સ’ કલિનરી સિરીઝની તાજેતરની આવૃત્તિ ‘અ ટેસ્ટ ઑફ ધી માઉન્ટન્સ’ મારફતે મહેમાનોને હિમાલયના પહાડી પ્રદેશના સ્વાદની સફરે લઈ જશે. પહાડી થીમ પર આધારિત આ બ્રંચનું આયોજન 27 સપ્ટેમ્બરે હોટેલની સિગ્નેચર ઑલ-ડે ડાઇનર રેસ્ટોરાં અડાલજ પેવેલિયનમાં કરવામાં આવશે.

આ ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા બ્રંચમાં ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની ખાણીપીણીની આગવી પરંપરાઓનો આસ્વાદ કરાવવામાં આવશે, જેમાં પહાડી પ્રદેશમાં ઉપલબ્ધ સામગ્રીઓ અને ત્યાંની રસોઈની પરંપરાગત પદ્ધતિઓથી તૈયાર થયેલી ગામઠી પહાડી વાનગીઓ, વિશિષ્ટ પ્રકારની પ્રાદેશિક રસોઈ તથા મનને તૃપ્ત કરી દે તેવા સ્વાદનો સંગમ જોવા મળશે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

પહાડોમાંથી જન્મેલા અને ત્યાંની ઋતુઓ અનુસાર ઢળેલા ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના વ્યંજનો અત્યંત સ્વાદિષ્ટ અને ધરતીની આહ્લાદક સુગંધ ધરાવતા હોય છે, જેમાં મોટાભાગે સ્થાનિક પેદાશોનો ઉપયોગ કરવામાં આવે છે. ઉત્તરાખંડના ગહત, ચૈનસૂ અને કાફુલીથી લઈને હિમાચલના સમૃદ્ધ ધામ, ધીમા તાપે રાંધવામાં આવતા માંસાહારી વ્યંજનો અને અનાજમાંથી તૈયાર થનારી રોટલી સુધી, પહાડી ભોજન હિમાલયની રસોઈમાં રહેલી ઉષ્મા અને સ્થાનિક સામગ્રીના સમજદારીપૂર્વકના ઉપયોગની પરંપરાને જીવંત કરે છે.

આઇટીસી કિચન્સના શૅફ્સે એક ખાસ મેનુ તૈયાર કર્યું છે, જેમાં ગહત દાલ શોરબા, અસાલા ફ્રાઇડ ફિશ, કાફુલી, ચૈનસૂ, આલૂ કે ગુટકે, ભડ્ડુ મટન અને મંડુઆ કી રોટીનો સમાવેશ થાય છે. આ ભોજનમાં કુમાઉની રાયતા, ઝાંગોરા કી ખીર અને અરસાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે, જે આ પ્રદેશ સાથે સંકળાયેલી સ્વાદિષ્ટ અને મીઠી વાનગીઓના વૈવિધ્યસભર વિકલ્પની ઝલક આપે છે.

આઇટીસી નર્મદાના એક્ઝિક્યુટિવ શૅફ શ્રી સુમીત રોહેલાએ જણાવ્યું હતું કે, ‘ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશની રસોઈ ઘણીવાર સરળ હોય છે, જેમાં સ્થાનિક સામગ્રીઓનો ભરપૂર ઉપયોગ કરવામાં આવે છે અને આ વાનગીઓની રેસિપી પહાડી પ્રદેશના ભૂપૃષ્ઠ તથા ઋતુઓને અનુરૂપ થઇને સમયાંતરે વિકસિત થઈ છે. ‘અ ટેસ્ટ ઑફ ધી માઉન્ટન્સ’નું આયોજન કરવા પાછળનો અમારો ઉદ્દેશ આ ઓછા જાણીતા સ્વાદને અમદાવાદ સુધી લાવવાનો અને અમારા મહેમાનોને હિમાલયના પ્રદેશના વૈવિધ્યસભર વ્યંજનોની એક ઝલક આપવાનો છે. ધરતીની સુગંધનો સ્વાદ ધરાવતા ચૈનસૂ અને કાફુલીથી લઈને મંડુઆ અને ઝાંગોરા સુધી, આ મેનુમાં એવી વાનગીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જે પોતાની આગવી ઓળખ ધરાવે છે, મનને તૃપ્ત કરે છે અને પોતાના મૂળ પ્રદેશ સાથે ગાઢ રીતે જોડાયેલી છે.

‘52 સન્ડેઝ, 52 થીમ્સ’ અંતર્ગત આઇટીસી નર્મદા દર રવિવારે એક નવી કલિનરી થીમ રજૂ કરે છે, જેમાં વિવિધ પ્રાદેશિક રસોઈ, સામગ્રીઓ, તહેવારો અને ખાણીપીણીની પરંપરાઓમાંથી પ્રેરણા લેવામાં આવે છે. આ પહેલ હોટેલની કલિનરી ટીમને વિવિધ પ્રકારની રસોઈને જાણવાની અને રવિવારે ખાસ રીતે તૈયાર કરવામાં આવેલા ડાઇનિંગના અનુભવના માધ્યમથી તેને રજૂ કરવાની તક પૂરી પાડે છે.

જાહેરાતAdvertisement

‘અ ટેસ્ટ ઑફ ધી માઉન્ટન્સ’નું આયોજન રવિવાર, 27 સપ્ટેમ્બરના રોજ આઇટીસી નર્મદાના અડાલજ પેવેલિયનમાં કરવામાં આવશે. મહેમાનોને આ અનુભવનો ભરપૂર આનંદ માણવા અગાઉથી રીઝર્વેશન કરાવવાની સલાહ આપવામાં આવે છે.