કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાયેલી વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની આ 28મી બેઠકમાં ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર અને ગોવાના મુખ્યમંત્રીશ્રીઓ તથા કેન્દ્રશાસિત પ્રદેશ દીવ-દમણ-દાદરા નગર હવેલીના પ્રશાસકશ્રી પણ સહભાગી થયા હતા.
મુખ્યમંત્રીશ્રીએ વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકો કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહના સતત મળી રહેલા માર્ગદર્શનને પરિણામે પરસ્પર સહકાર સમન્વય અને સંવાદની મજબૂત પરંપરા બની છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
તેમણે કહ્યું કે, આવી બેઠક એક એવું મંચ છે જ્યાં સમાન રાષ્ટ્રીય લક્ષ્ય માટે રાજ્યો પોતાની શક્તિ, સંસાધન અનુભવ અને બેસ્ટ પ્રેક્ટિસિસને એકબીજા સાથે શેર કરે છે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ માત્ર સલાહકાર પરિષદ નહીં પરંતુ પરિણામ કેન્દ્રિત કાર્ય મંચ બને તેવો કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રીનો હંમેશા દ્રષ્ટિકોણ રહ્યો છે. આના કારણે વિકસિત ભારત 2047ના વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરવામાં રાજ્યોને નવું બળ મળતું રહે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ રાજ્યમાં ઈમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ 112 સેવાઓની ત્વરિત ઉપલબ્ધતા, યૌન અપરાધ જેવા ગંભીર ગુનાઓના ગુનેગારોને તાત્કાલિક સજા માટે કાર્યરત ફાસ્ટ ટ્રેક કોર્ટ, માતા અને શિશુઓના પોષણ માટેની વ્યવસ્થાઓને સરકારની પ્રાથમિકતા અને ગ્રામીણ વિસ્તારો સુધી સહકારી ક્ષેત્રના વ્યાપની પ્રભાવક પ્રસ્તુતિ આ બેઠકમાં કરી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં બેસ્ટ પ્રેક્ટિસ શેરિંગ અંતર્ગત ગુજરાતની બેસ્ટ પ્રેક્ટિસ તરીકે ગોબર ધન યોજનાની પ્રસ્તુતિ કરી હતી.

તેમણે ગોબર ધન યોજનાની સફળતા વર્ણવતા કહ્યું કે, આ યોજના કચરાનું વ્યવસ્થાપન, સ્વચ્છ ઊર્જા યુક્ત રસોડું, પ્રદૂષણમાં ઘટાડો, મહિલાઓને આજીવિકા અને ઓ.ડી.એફ. પ્લસનો વ્યાપ વધારવા સાથે કચરામાંથી કંચનના હેતુસર કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી છે.
ગુજરાતમાં આ ગોબર ધન યોજના અન્વયે ઘરેલુ ગોબર ગેસ પ્લાન્ટ મોડેલમાં 14,745 ગ્રામીણ પરિવારને આવરી લેવામાં આવ્યા છે. બળતણમાં થતા ખર્ચમાં આવા ઘરેલુ પ્લાન્ટના પરિણામે વાર્ષિક 36.86 કરોડની બચત થઈ છે એટલું જ નહીં, દર વર્ષે 12,800 મેટ્રિક ટનથી વધુનું કાર્બન ઉત્સર્જન પણ ઘટ્યું છે.
આ ઉપરાંત વાર્ષિક 3.81 કરોડ લિટરની જે બાયો સ્લરી મળે છે તેનાથી ઓર્ગેનિક ખેતીને બળ મળ્યું છે અને રાસાયણિક ખાતરનો ઉપયોગ ઘટાડવામાં મદદ મળી છે.
મુખ્યમંત્રીશ્રીએ એમ પણ જણાવ્યું કે, દેશમાં કોમ્પ્રેસ્ડ બાયોગેસ સી.બી.જી.નું ઉત્પાદન વધારવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની કેન્દ્ર સરકારે 23,700 કરોડની ગોબર ધન યોજનાની મંજૂરી આપી છે. સી.બી.જી મિશન અન્વયે ઘરેલું, ઔદ્યોગિક અને સામુદાયિક સ્તરે ગોબર ધન યોજનાના માધ્યમથી કચરામાંથી કંચનનો ઉદ્દેશ્ય પાર પાડવા ગુજરાત પ્રતિબદ્ધ છે તેમ પણ તેમણે આ બેઠકમાં જણાવ્યું હતું.
મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, મુખ્ય સચિવ શ્રી એમ. કે. દાસ, મુખ્યમંત્રીશ્રીના અગ્ર સચિવ શ્રી સંજીવ કુમાર વગેરે પણ મુખ્યમંત્રીશ્રી સાથે આ બેઠકમાં જોડાયા હતા.

