ધોળકા તાલુકાના ભેટાવાડા અને આસપાસના ગામોમાં પાણી પ્રદૂષણ તેમજ ગટરના પાણીની ગંભીર સમસ્યાને લઈને ગ્રામજનો છેલ્લા 30 દિવસથી આંદોલન કરી રહ્યા છે. સમસ્યાના ઉકેલ માટે ગામના અગ્રણી નેતા પ્રફુલ મહેતા સહિત ગ્રામજનોએ જિલ્લા કલેક્ટર અને મુખ્યમંત્રીને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ, ધોળકા નગરપાલિકાના એસટીપી પ્લાન્ટમાંથી ગંદુ પાણી બહાર નીકળતું હોવાના કારણે આ પાણી ભેટાવાડા તરફ વહી રહ્યું છે. આ ઉપરાંત ઉદ્યોગોમાંથી નીકળતા કેમિકલયુક્ત ઝેરી વેસ્ટને કારણે ખેતીને નુકસાન થઈ રહ્યું હોવાના આક્ષેપો પણ કરવામાં આવ્યા છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

ગ્રામજનોએ ગટરના પાણીનો પ્રવાહ તાત્કાલિક બંધ કરવા, સંબંધિત નિયમોનું પાલન કરાવવા અને પ્રદૂષણના કારણે અસરગ્રસ્ત ખેડૂતોને યોગ્ય આર્થિક સહાય આપવા માંગ કરી છે. સાથે જ પર્યાવરણના રક્ષણ માટે કાયમી પગલાં લેવા પણ રજૂઆત કરવામાં આવી છે.

ગ્રામજનોએ સમગ્ર મામલે યોગ્ય તપાસ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.