અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ- ગુજરાત દ્વારા રવિવારના રોજ સંત શિરોમણી શ્રી રવિદાસજીની 650 મી જન્મજયંતિ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં 'ઓનલાઈન મેગા કવિઝ' નું આયોજન સવારના 9.30 કલાકથી યોજાશે. જેમાં 50 માર્કસના ઓબ્જેક્ટિવ પ્રકારના પ્રશ્નો હશે. જેમાં ધો-9 થી 12 ના ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લેશે.આ કવિઝ સંતશ્રી રવિદાસજીના જીવન અને કવન ઉપર હશે. સંગઠન દ્વારા યોજાનાર કવિઝ એ સમરસતાનો વિચાર સમાજમાં મૂકવાનું એક મોટુ ઉદાહરણ હશે.મહાસંઘએ શિક્ષકોના પ્રશ્નોનાના સમાધાન સાથે આ મુજબ સમાજ અને રાષ્ટ્રને જોડતા કાર્યકમો માટે હંમેશા અગ્રેસર રહ્યુ છે ત્યારે દરેક સમાજના વિદ્યાર્થીઓમાં સંત શ્રી રવિદાસજીના જીવન વિશે માહિતગાર કરવાનો હેતુ છે. આ અગાઉ પણ સંગઠન દ્વારા ભગવાન બિરસા મુંડા , રાણી અહલ્યાબાઈ , રાણી અબક્કા વિશે પણ કાર્યક્રમ કરી ચૂક્યુ છે. આ કવિઓમાં વિદ્યાર્થીઓ વિધ્યાર્થિનીઓમાં પ્રથમ પાંચ ક્રમાંક મેળવવાનારનું આદરણીય શિક્ષણમંત્રીશ્રીઓના હસ્તે સન્માન થશે. આ કાર્યક્રમ માટે મુખ્યમંત્રીશ્રી , શિક્ષણમંત્રીશ્રીઓ દ્વારા શુભેચ્છાઓ પ્રાપ્ત થઈ છે. આ સામાજિક કાર્યના પ્રોત્સાહન માટે કમિશનરશ્રી શિક્ષણ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીશ્રીઓને પરિપત્ર દ્વારા જાણ કરવામાં આવી છે.
સંત શિરોમણી રવિદાસજીની 650 મી જન્મ જયંતિ નિમિતે આજે સમગ્ર ગુજરાતમાં ઓનલાઈન મેગા કવિઝ યોજાશે .
R
RAHUL BHATT-HIMATNAGAR
