મંડળ રેલ પ્રબંધક, અમદાવાદ શ્રી વેદ પ્રકાશ એ સિનિયર અધિકારીઓની સાથે વડનગર રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કર્યું. આ દરમિયાન તેમણે સ્ટેશન સંકુલમાં રેલવે સંરક્ષા, યાત્રી સુવિધાઓ તથા આગામી કાર્યક્રમને ધ્યાનમાં રાખતાં કરવામાં આવેલ વિવિધ વ્યવસ્થાઓની સમીક્ષા કરી.

નિરીક્ષણ દરમિયાન ઊંઝાના ધારાસભ્ય શ્રી કે.કે. પટેલ, મહેસાણા જિલ્લા પ્રભારી અને પૂર્વ મેયર, વડોદરા શ્રી ભરતભાઈ ડાંગર તથા મહેસાણા જિલ્લા મહામંત્રી શ્રી કમલભાઈ પટેલ સહિત જનપ્રતિનિધિ અને રેલવેના સિનિયર અધિકારીઓ ઉપસ્થિત રહ્યા.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી ના 76મા જન્મદિવસના અવસર પર પર્યાવરણ સંરક્ષણ અને હરિત ભવિષ્યના સંદેશાને સામાન્ય જનતા સુધી પહોંચાડવાના ઉદ્દેશથી 17 સપ્ટેમ્બર 2026 ના રોજ વડનગર સ્ટેશન પર વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે. આ કાર્યક્રમ ‘સ્વચ્છતામાં સહભાગ: સ્વચ્છ ભારત, વિકસિત ભારત’ અભિયાન હેઠળ આયોજિત કરવામાં આવી રહ્યો છે.

આ વિશેષ અવસર પર 76 દિવ્યાંગ ખેલાડીઓ દ્વારા 76 છોડનું છોડરોપણ કરવામાં આવશે. આની સાથે જ દિવ્યાંગ ખેલાડીઓની સહભાગીતાને પ્રોત્સાહિત કરવાના ઉદ્દેશથી સ્પોર્ટ્સ કાર્યક્રમ પણ આયોજિત કરવામાં આવશે. આ પહેલ પર્યાવરણ સંરક્ષણની સાથે-સાથે દિવ્યાંગ ખેલાડીઓની સક્રિય સહભાગીતા અને સમાવેશી સમાજની ભાવનાને પ્રોત્સાહન આપવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયત્ન છે.

*‘છોડરોપણથી સંરક્ષણ સુધી’ ની પહેલ*

ઉલ્લેખનીય છે કે 17 સપ્ટેમ્બર 2025 ના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જી ના 75મા જન્મદિવસના અવસર પર ‘એક પેડ માં કે નામ’ અભિયાન હેઠળ વડનગર રેલવે સ્ટેશન પર 75 છોડનું છોડરોપણ કરવામાં આવ્યું હતું.

જાહેરાતAdvertisement

પાછલા એક વર્ષ દરમિયાન આ છોડની નિયમિત દેખરેખ અને સંરક્ષણ સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. સતત દેખરેખના પરિણામે વાવવામાં આવેલા છોડ આજે સ્વસ્થ અને વિકસિત થઈને હર્યા-ભર્યા વૃક્ષોનું રૂપ લઈ ચુક્યા છે તથા ફળ-ફૂલથી સમૃદ્ધ થઈ રહ્યા છે.

આ જ ક્રમમાં આગળ વધતાં આ વર્ષે 76 નવા છોડનું છોડરોપણ કરવામાં આવશે. અમદાવાદ મંડળની આ પહેલ ‘છોડરોપણથી સંરક્ષણ સુધી’ ની ભાવનાને સાકાર કરતાં રેલવે સંકુલોને સ્વચ્છ, હરિત અને પર્યાવરણ-અનુકૂળ બનાવવાની દિશામાં સતત પ્રયત્નનો ભાગ છે.

*ડીઆરએમ એ તૈયારીઓ અને યાત્રી સુવિધાઓની કરી સમીક્ષા*

આગામી કાર્યક્રમની તૈયારીઓને ધ્યાનમાં રાખતાં મંડળ રેલ પ્રબંધક શ્રી વેદ પ્રકાશ એ વડનગર રેલવે સ્ટેશનનું તળસ્પર્શી નિરીક્ષણ કર્યું. તેમણે સ્ટેશન સંકુલ, યાત્રી સુવિધાઓ, સ્વચ્છતા, સંરક્ષા તથા કાર્યક્રમથી સંબંધિત વ્યવસ્થાઓની સમીક્ષા કરી.

ડીઆરએમ એ સંબંધિત અધિકારીઓને યાત્રી સુવિધાઓને વધુ ઉત્તમ બનાવવા, સ્ટેશન સંકુલમાં સ્વચ્છતા જાળવી રાખવા તથા રેલવે સંરક્ષા પરિમાણોને સુદ્રઢ કરવાના જરૂરી નિર્દેશ આપ્યા.

અમદાવાદ મડળ દ્વારા પર્યાવરણ સંરક્ષણ, સ્વચ્છતા, યાત્રી સુવિધાઓ અને રેલવે સંકુલોના સમગ્ર વિકાસ માટે સતત વિવિધ પહેલો કરવામાં આવી રહી છે. વડનગર રેલવે સ્ટેશન પર આયોજિત થનાર આ વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ આ જ દિશામાં એક મહત્વપૂર્ણ પહેલ છે, જે પર્યાવરણ સંરક્ષણની સાથે-સાથે સામાજિક સહભાગીતા અને સમાવેશનનો સંદેશ પણ આપશે.