વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન સેવા, સુશાસન અને સમર્પણના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે દેશવ્યાપી સ્તરે આયોજિત ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત અમદાવાદ શહેરમાં વિવિધ સેવાકીય, સામાજિક, આરોગ્યલક્ષી, ધાર્મિક તથા લોકકલ્યાણલક્ષી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત 17 સપ્ટેમ્બર, 2026ના રોજ અટલબ્રિજ, રિવરફ્રન્ટ ખાતે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
અટલબ્રિજ ખાતે યોજાયેલા ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમમાં 76 હજાર દીવડાં પ્રજ્વલિત કરવામાં આવ્યા હતા. દીવડાંની રોશનીથી અટલબ્રિજ અને આસપાસનો રિવરફ્રન્ટ વિસ્તાર દીપમાળાથી ઝળહળી ઉઠ્યો હતો. ‘આશીર્વાદનો દીવડો’ અભિયાન હેઠળ અમદાવાદ શહેરના 48 વોર્ડમાં પણ કુલ 4 લાખ 80 હજાર દીવડાં પ્રજ્વલિત કરી શહેરના વિવિધ વિસ્તારોમાં દીપ પ્રજ્વલનનું આયોજન કરવામાં આવ્યું છે. વડાપ્રધાનશ્રીની 25 વર્ષની જનસેવાને બિરદાવવા તથા ‘વિકસિત ભારત 2047’ના સામૂહિક સંકલ્પને વ્યક્ત કરવાના ઉદ્દેશ સાથે આ દીપ પ્રજ્વલનનું આયોજન કરવામાં આવ્યું છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
અટલબ્રિજ ખાતે યોજાયેલા આ કાર્યક્રમમાં અમદાવાદ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા શ્રી જશુભાઈ ઠાકોર, અમદાવાદ પશ્ચિમ લોકસભા મતવિસ્તારના સાંસદ શ્રી દિનેશભાઈ મકવાણા, મહામંત્રી શ્રી ઉમંગભાઈ નાયક, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ચેરમેન શ્રી જૈનિકભાઈ વકીલ, પૂર્વ ધારાસભ્ય શ્રી રાકેશભાઈ શાહ, પૂર્વ ધારાસભ્ય શ્રી ભૂષણભાઈ ભટ્ટ, કર્ણાવતી મહાનગર ભાજપના પૂર્વ મહામંત્રી શ્રી ગિરીશભાઈ ચૌધરી, SC મોરચો પૂર્વ શહેર પ્રમુખ શ્રી ભદ્રેશભાઈ મકવાણા, અમદાવાદ મહાનગરપાલિકાના પૂર્વ ડેપ્યુટી મેયર શ્રી બિપિનભાઈ સિક્કા તથા પૂર્વ ધારાસભ્ય શ્રીઓ, પૂર્વ મેયર શ્રીઓ અને પૂર્વ કાઉન્સિલર શ્રીઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
‘સેવા સંકલ્પ અભિયાન’નો સમયગાળો 17 સપ્ટેમ્બરથી 17 ઓક્ટોબર, 2026 સુધીનો છે. અભિયાન અંતર્ગત વિવિધ સેવાકીય અને જનભાગીદારીલક્ષી કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. ‘આશીર્વાદનો દીવડો’ પણ આ અભિયાનનો એક મહત્વપૂર્ણ જનભાગીદારી કાર્યક્રમ છે, જેમાં દીપ પ્રજ્વલન દ્વારા 25 વર્ષની જનસેવા પ્રત્યે આભારની લાગણી વ્યક્ત કરવાની સાથે ‘વિકસિત ભારત 2047’ના સંકલ્પ સાથે જનભાગીદારી જોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે અટલબ્રિજ ખાતે પ્રજ્વલિત થયેલા 76 હજાર દીવડાં અને શહેરના 48 વોર્ડમાં પ્રજ્વલિત થનારા 4.80 લાખ દીવડાંના આયોજનથી અમદાવાદમાં ‘આશીર્વાદનો દીવડો’ અભિયાનને વ્યાપક જનભાગીદારી મળી છે.

