રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, ગુજરાત પ્રાંત કાર્યાલય ડૉ. હેડગવાર ભવન, કર્ણાવતી ખાતે 80માં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે જાણીતા પોડકાસ્ટર અને એન્ટ્રપ્રેન્યોર જયભાઈ થડેશ્વરના હસ્તે ધ્વજવંદન અને ભારતમાતા પૂજન કરાયું હતું.
આ અવસરે કાર્યક્રમના મુખ્ય વક્તા શ્રી જશુભાઈ ચૌધરીએ (પ્રાંત બૌદ્ધિક પ્રમુખ, રા. સ્વ. સંઘ, ગુજરાત પ્રાંત) કહ્યું કે આજે જે ભારત આપણી સામે છે એ ભારત જેનાથી અકબંધ રહ્યું એવા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મના ૧૫૦ વર્ષ થયા છે. એમનું પુણ્ય સ્મરણ કરીએ છીએ, વંદન કરીએ છીએ. તેમણે કહ્યું કે 1875માં બંકિમ બાબુએ વંદેમાતરમની રચના કરી. વંદેમાતરમમાં ભારતને એક જીવિત ઈકાઈ તરીકે પ્રકટ કર્યું છે. આ વંદેમાતરમને પણ ૧૫૦ વર્ષ પૂર્ણ થયા છે અને ક્રાંતિવીરોમાં મહામંત્ર વંદેમાતરમ આજે દેશના હૃદય પરથી એક અવાજ સાથે પૂર્ણ વંદેમાતરમ થવાનું છે. સ્વાભાવિક છે કે એનો હર્ષ હોય.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
શ્રી જશુભાઈએ દેશની સ્વતંત્રતા માટે સંઘર્ષ કરનાર અને બલિદાન આપનાર નામી આનામી વીરોને યાદ કર્યા હતા. તેમણે કહ્યું કે આજે આપણે સ્વાધીન થયા છે સ્વતંત્ર થયા કે નહીં? આ સ્વતંત્રતામાં સ્વધર્મ, સ્વદેશી અને સ્વરાજ્યનો વિચાર હોવો જોઈએ.
આ અવસરે કાર્યક્રમના અધ્યક્ષ જયભાઈ થડેશ્વરે કહ્યું કે ક્રાંતિવીરોના બલિદાનથી સ્વાધીનતા મળી, દરેક પ્રકારની સ્વતંત્રતા માટે તેઓએ કામ કર્યું. આપણે વૈચારિક સ્વતંત્રતા જાળવી રાખવાનું કાર્ય કરવાનું છે. આજના જમાનામાં કોઈ પૂછે કે સાચો દેશભક્ત કેવો હોય તો હું કહીશ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકને મળી લો.
તેમણે કહ્યું કે સોશિયલ મીડિયા Algorithms થી નહીં પણ પોતાની રીતે વિચારવું એ સાચી સ્વતંત્રતા છે. Internet માં આપણો Opinion Hack કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. દ્વેષ ભાવના, ગુસ્સા વાળું, હિંસક, Vulgarity વાળુ, દેશ વિરોધી પ્રકારનું કન્ટેન્ટ બતાવીને સોશિયલ મીડિયામાં આપણી સોશિયલ અને કલ્ચરલ Identity ને બદલવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
આ નિમિત્તે શ્રી મહેશભાઈ પરીખ (મા.સંઘચાલક, કર્ણાવતી મહાનગર), શ્રી તેજસભાઈ પટેલ ( પ્રચાર પ્રમુખ, ગુજરાત પ્રાંત), શ્રી હાર્દિકભાઈ પરીખ ( કાર્યવાહ, કર્ણાવતી મહાનગર) સહિત મોટી સંખ્યામાં સ્વયંસેવકો અને નગરજનોએ ધ્વજવંદન અને ભારતમાતા પૂજનમાં ભાગ લીધો હતો.

