પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળે માલ લોડિંગના ક્ષેત્રમાં એક નવો ઇતિહાસ રચતાં 09 સપ્ટેમ્બર 2026 ના રોજ એક જ દિવસમાં રેકૉર્ડ 91 રેક (3,847 વેગન) લોડ કર્યા. આ અમદાવાદ મંડળના પરિચાલન ઇતિહાસમાં એક દિવસમાં કરવામાં આવેલ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ લોડિંગ છે. આ અગાઉ 05 સપ્ટેમ્બર 2026 ના રોજ મંડળે 85 રેક (3,580 વેગન) લોડ કરવાનો રેકૉર્ડ બનાવ્યો હતો. ફક્ત ચાર દિવસમાં પોતાના જ રેકૉર્ડને પાછળ છોડતાં અમદાવાદ મંડળે માલ લોડિંગના ક્ષેત્રમાં પોતાની કાર્યકુશળતા અને પ્રદર્શનમાં ઉલ્લેખનીય સુધારો નોંધાવ્યો છે.

મંડળ રેલવે પ્રબંધક, અમદાવાદ શ્રી વેદ પ્રકાશના નેતૃત્વમાં પ્રાપ્ત કરવામાં આવેલ આ સિદ્ધિ મંડળની સમગ્ર ટીમના શ્રેષ્ઠ સંકલન, કાર્યકુશળતા, સતર્કતા અને સમર્પણનું પરિણામ છે. આ સિદ્ધિની સાથે અમદાવાદ મંડળે માલ લોડિંગની વિવિધ શ્રેણીઓમાં પણ ઉલ્લેખનીય પ્રદર્શન નોંધાવ્યું છે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

*09 સપ્ટેમ્બર 2026 ના રોજ નોંધાયેલ મુખ્ય સિદ્ધિઓ :*

• 91 રેક/3,847 વેગન: એક જ દિવસમાં અત્યાર સુધીનું સૌથી વધુ લોડિંગ નોંધાવતા નવો ઑલ-ટાઇમ રેકૉર્ડ઼ બનાવવામાં આવ્યો.

• 28 જમ્બો રેક: એક જ દિવસમાં સૌથી વધુ 28 જમ્બો રેક લોડ કરવામાં આવ્યા, જે મંડળના લોડિંગ પ્રદર્શનમાં એક નવું ઉચ્ચતર સ્તર છે.

• 47 કન્ટેનર રેક: કુલ 47 કન્ટેનર રેક લોડ કરવામાં આવ્યા, જેમાં 23 ડબલ-સ્ટેક કન્ટેનર રેક સામેલ છે. આ સિદ્ધિ માલ લોડિંગ ક્ષમતાના સૌથી વધુ અને કુશળ ઉપયોગને દર્શાવે છે.

જાહેરાતAdvertisement

• 19 ફર્ટિલાઈઝર રેક: ખેતી ક્ષેત્ર માટે ફર્ટિલાઈઝર્સની સમયસર આપૂર્તિ સુનિશ્ચિત કરવાના ઉદ્દેશથી 19 ફર્ટિલાઈઝર રેકનું સફળતાપૂર્વક લોડિંગ કરવામાં આવ્યું.

• 8 મીઠા રેક: કુલ 8 મીઠાના રેક લોડ કરીને રવાના કરવામાં આવ્યા, જેનાથી સંબંધિત વિસ્તારોની માંગને પૂર્ણ કરવામાં સહાયતા મળી.

અમદાવાદ મંડળ દ્વારા નવા લોડિંગ રેકૉર્ડ સ્થાપિત કરવા એ મંડળની પરિચાલન ક્ષમતા, સંસાધનોનો અસરકારક ઉપયોગ તથા માલ પરિવહન સેવાઓને વધુ કુશળ બનાવવાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે. આ સિદ્ધિ ફક્ત મંડળ માટે ગૌરવનો જ વિષય નથી, પરંતુ માલ લોડિંગ ક્ષેત્રમાં પશ્ચિમ રેલવેના પ્રદર્શનને પણ વધુ સુદ્રઢતા આપે છે.

મંડળ રેલવે પ્રબંધક શ્રી વેદ પ્રકાશ એ આ ઉલ્લેખનીય સિદ્ધિ માટે અમદાવાદ મંડળના તમામ અધિકારીઓ અને કર્મચારીઓને વધામણી આપતાં કહ્યું કે આ સફળતા ટીમના સામૂહિક પ્રયત્નો, ઉત્તમ સંકલન અને સતત શ્રેષ્ઠ પ્રદર્શનનું પરિણામ છે. મંડળ ભવિષ્યમાં પણ આ જ કાર્યકુશળતા અને સમર્પણની સાથે માલ લોડિંગના ક્ષેત્રમાં નવા ધોરણો સ્થાપિત કરવા માટે પ્રતિબદ્ધ છે.