અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની દર ગુરૂવારે સાપ્તાહિક સ્ટેન્ડિગ કમિટીનું આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત 13 ઓગસ્ટ 2026ના રોજ યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીમાં વિવિધ કામગીરીઓ વિશેની ચર્ચા કરવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ વિભાગ દ્વારા સંચાલિત શબવાહિની સેવાના ચાર્જ મુદ્દે વાત કરતા સ્ટેન્ડિગ કમિટીના ચેરમેનશ્રી કમલેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, AMC સંચાલિત શબવાહિની સેવા હવે શહેરના નાગરિકો માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક ઉપલબ્ધ બનશે. અત્યાર સુધી હોસ્પિટલથી ઘર અથવા ઘરેથી સ્મશાન સુધી મૃતદેહને લઈ જવા માટે AMC દ્વારા શબવાહિની સેવાના બદલામાં નક્કી કરાયેલ ચાર્જ વસૂલવામાં આવતો હતો. AMCના અધિકારીઓ અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આ ચાર્જ સંપૂર્ણપણે રદ કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
અમદાવાદમાં AMCની શબવાહિની સેવા હવે સંપૂર્ણ નિઃશુલ્ક; અગાઉ લેવાતો ચાર્જ રદ કરવાનો સ્ટેન્ડિંગ કમિટીમાં મહત્વપૂર્ણ નિર્ણયઃ સ્ટેન્ડિગ કમિટી ચેરમેન
Thursday, 13 August 2026 at 09:15 pm

