વર્લ્ડ ટુરિઝમ ડેના અવસરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ (SWM) વિભાગની IEC ટીમ દ્વારા શહેરના વિવિધ હેરિટેજ અને પર્યટન સ્થળોએ વિશેષ સ્વચ્છતા અને જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાનનો મુખ્ય હેતુ અમદાવાદના સમૃદ્ધ ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને સ્વચ્છ અને આકર્ષક રાખવા સાથે નાગરિકો તથા પ્રવાસીઓમાં સ્વચ્છતા અંગે જાગૃતિ ફેલાવવાનો હતો.
અત્રે ઉલ્લેખનીય છેકે, વિશ્વ ધરોહર શહેર તરીકે ઓળખાતા અમદાવાદના હેરિટેજ સ્થળોની સુંદરતા અને ગૌરવ જળવાઈ રહે તે માટે ટીમ દ્વારા સ્થળ પર સ્વચ્છતા કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ મુલાકાતીઓને કચરો ન ફેંકવા, જાહેર સ્થળોને સ્વચ્છ રાખવા અને વારસાસ્થળોની જાળવણીમાં સહભાગી બનવા અપીલ કરવામાં આવી હતી.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
અમદાવાદના હેરિટેજ રૂટ, પોળ વિસ્તારો અને અન્ય મહત્વપૂર્ણ પર્યટન સ્થળો શહેરની ઓળખ અને આકર્ષણનું કેન્દ્ર હોવાથી તેમની સ્વચ્છતા જાળવવી સૌની સામૂહિક જવાબદારી હોવાનું પણ અભિયાન દરમિયાન સમજાવવામાં આવ્યું હતું.
SWM વિભાગની IEC ટીમ દ્વારા સ્વચ્છતા માત્ર નાગરિક ફરજ જ નહીં પરંતુ શહેરના વારસાના સંરક્ષણનું પણ મહત્વપૂર્ણ સાધન છે તેવો સંદેશ આપવામાં આવ્યો હતો. આ અભિયાન દરમિયાન પ્રવાસીઓ અને સ્થાનિક નાગરિકોને સ્વચ્છતા પ્રત્યે જવાબદાર વર્તન અપનાવવા, જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા તેમજ સ્વચ્છ અને હરિત પર્યટનને પ્રોત્સાહન આપવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
વર્લ્ડ ટુરિઝમ ડેના અવસરે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા “સ્વચ્છતા વારસાની સુંદરતામાં વધારો કરે છે” તેવો સંદેશ વ્યાપક સ્તરે પહોંચાડવામાં આવ્યો હતો. પર્યટન સ્થળોની સ્વચ્છતા જાળવવાથી શહેરની સકારાત્મક છબી મજબૂત બને છે અને પ્રવાસીઓને વધુ સારો અનુભવ મળે છે, જે ટકાઉ પર્યટનના હેતુને પણ પ્રોત્સાહન આપે છે.

