ઓટો રિક્ષા ચાલકોની હડતાળને પગલે મુસાફરોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ શહેરમાં વિવિધ બસ સ્ટેશન અને ટ્રાન્ઝિટ પોઇન્ટ્સ પર વિશેષ પરિવહન વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં વધારાની બસો, કન્ટ્રોલર તથા ફ્લાઈંગ ટીમોની તૈનાતી કરીને મુસાફરોને તેમના ગંતવ્ય સ્થળ સુધી સરળતાથી પહોંચાડી શકાય તે માટે તંત્ર દ્વારા આગોતરા પગલાં લેવામાં આવ્યા છે.
રાણીપ GSRTC બસ સ્ટેશન ખાતે બે કન્ટ્રોલરોને ફરજ પર મુકવામાં આવ્યા છે અને મુસાફરોની વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખીને બે વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસો મુસાફરોને ઈન્કમટેક્સ, નટરાજ, પાલડી, ગીતામંદિર અને કાલુપુર જેવા મુખ્ય ટ્રાન્ઝિટ કેન્દ્રો સુધી પહોંચાડશે. ઉપરાંત, રાણીપ GSRTC સ્ટેશન પાસેથી પસાર થતા વિવિધ રૂટોની આશરે 90 બસો મુસાફરોને કાલુપુર, મણિનગર, લાલદરવાજા, વાસણા અને પાલડી સહિતના વિસ્તારો સુધી પહોંચાડવાની સેવા આપશે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
સાબરમતી ધર્મનગર રે-સ્ટે ખાતે પણ એક સ્પેર ડ્રાઈવર તથા ફ્લાઈંગ ટીમને તૈનાત કરવામાં આવી છે. અહીંથી મુસાફરોને કાલુપુર અને મણિનગર સુધી પહોંચાડવા માટે બે વધારાની બસો ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત, આ વિસ્તારથી પસાર થતા રૂટોની કુલ 28 બસો મુસાફરોને લાલદરવાજા, વાડજ, મણિનગર અને કાલુપુર સુધી લઈ જવાની કામગીરી કરશે.
વટવા રે-સ્ટે ખાતે એક કન્ટ્રોલરની નિમણૂક કરવામાં આવી છે અને ત્યાં પણ બે વધારાની બસો મુકવામાં આવી છે. આ બસો મુસાફરોને ગીતામંદિર મારફતે કાલુપુર અને મણિનગર સુધી પહોંચાડશે. સાથે સાથે, આ વિસ્તારથી ઉપડતા રૂટોની 8 બસો મુસાફરોને ગીતામંદિર થઈને લાલદરવાજા સુધી પહોંચાડશે.
શહેરના મહત્વપૂર્ણ ટ્રાન્ઝિટ હબ એવા ગીતામંદિર ખાતે ફ્લાઈંગ ટીમને તૈનાત કરવામાં આવી છે. અહીંથી પસાર થતા વિવિધ રૂટોની બસો દર 15થી 20 મિનિટની આવર્તન સેવા સાથે શહેરના વિવિધ વિસ્તારોમાં મુસાફરોને પહોંચાડશે.
કાલુપુર રે-સ્ટે ખાતે સારંગપુર કેબિન કન્ટ્રોલર બે ફ્લાઈંગ ટીમો સાથે હાજર રહેશે. મુસાફરોની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને અહીં ચાર વધારાની બસોની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ઉપરાંત, કાલુપુર વિસ્તારમાંથી પસાર થતા વિવિધ રૂટોની 50થી વધુ બસો મુસાફરોને ગીતામંદિર, લાલદરવાજા, વાડજ અને નરોડા સહિતના વિસ્તારો સુધી પહોંચાડશે.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી આ વિશેષ વ્યવસ્થાના કારણે ઓટો રિક્ષા ચાલકોની હડતાળ દરમિયાન પણ મુસાફરોને જાહેર પરિવહનની સુવિધા સરળતાથી ઉપલબ્ધ રહેશે અને શહેરના વિવિધ વિસ્તારો વચ્ચેની અવરજવર પર ન્યૂનતમ અસર થાય તે માટે પૂરતા પ્રમાણમાં માનવબળ અને બસોની તૈનાતી કરવામાં આવી છે.

