સુગમ, સમાવેશી અને સશક્ત ભારતના નિર્માણની દિશામાં વધુ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવતા, દિવ્યાંગજન સશક્તિકરણ વિભાગ, સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલય, ભારત સરકાર હેઠળના સાહસ 'ભારતીય કૃત્રિમ અંગ નિર્માણ નિગમ' (ALIMCO) દ્વારા ગુજરાતના ખેડા જિલ્લાના નડિયાદ ખાતે રાજ્યનો પ્રથમ ALIMCO Assistive Technology Mart (AT Mart) શરૂ કરવામાં આવ્યો છે.
આ એક એવું સુગમ કેન્દ્ર હશે, જ્યાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો તથા દૈનિક જીવનમાં સહાયક ઉકેલોની જરૂરિયાત ધરાવતી અન્ય વ્યક્તિઓ પોતાની દૈનિક જીવનની જરૂરિયાતો મુજબ વિવિધ સહાયક ટેકનોલોજીઓ અને ઉત્પાદનોને એક જ સ્થાન પર મેળવી શકશે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આ માર્ટમાં દિવ્યાંગજનો અને વરિષ્ઠ નાગરિકો માટે દૈનિક ઉપયોગી અને મદદરૂપ વસ્તુઓ એકજ સ્થળેથી ઉપલબ્ધ થશે. જેમાં ચાલવા અને હરવા-ફરવા માટે મદદરૂપ થતા સાધનો જેમ કે, વ્હીલચેર, વોકિંગ સ્ટિક, દિવ્યાંગજન માટે ઈલેકટ્રિક સ્કૂટર, સાયકલ, સ્માર્ટ ચશ્મા, કુત્રિમ પગ, ૧૨ ભાષામાં આવતી AI સ્ટિક, ઘોડી, દ્રષ્ટિહીન અથવા ઓછી દ્રષ્ટિ ધરાવતા વ્યક્તિઓ માટે બ્લાઇન્ડ સ્ટીક અને સહાયક ઉપકરણો, શ્રવણ અને વાચા સંબંધિત સાધનોમાં સાંભળવાના મશીન, સિનિયર સિટીઝનો માટે દૈનિક જીવનમાં ઉપયોગી અને સુરક્ષિત રીતે હરવા-ફરવા માટેના અસિસ્ટિવ ટેકનોલોજી સાધનો મળી રહેશે.
આ તકે મા ગાયત્રી ઓર્થો કેર અને એલિમ્કો વચ્ચે ફોર્મલ એમ.ઓ.યુ. પણ કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી એન.વી.ઉપાધ્યાયે પણ શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, ખેડા જિલ્લા માટે અત્યંત ગૌરવ અને આનંદનો અવસર છે. ગુજરાતના પ્રથમ અને ભારતના દ્વિતીય Assistive Technology Mart (AT Mart)નો શુભારંભ થઈ રહ્યો છે. આ પહેલ દિવ્યાંગજનો તથા વરિષ્ઠ નાગરિકોને તેમની જરૂરિયાત અનુસાર સહાયક ટેકનોલોજી અને ઉપકરણો સરળતાથી, એક જ સ્થળેથી ઉપલબ્ધ કરાવવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું છે.
એલિમ્કો અધ્યક્ષ શ્રી પ્રવીણકુમારે નડિયાદ ખાતે એટી માટેની સ્થાપનાને સરકારનું ઐતિહાસિક પગલું ગણાવ્યું હતું. તેમણે રાષ્ટ્રીય વયોશ્રી યોજના અને દિવ્યાંગ સાધન સહાય યોજના વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે લોકોની અપેક્ષા અને જરૂરિયાત મુજબ સાધનો બનાવવાનું કામ એલિમ્કો દ્વારા કરવામાં આવશે. આ પહેલ આંતરરાષ્ટ્રીય સ્તરે ભારત માટે મિશાલ રૂપ બનશે એવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. સાથે જ ખેડા જિલ્લા વહીવટી તંત્રના સહયોગ બદલ આભાર માન્યો હતો.

એડિશનલ કલેક્ટર શ્રી વિમલ બારોટે એલિમ્કોની સેવા માટે નડિયાદની પસંદગી માટે આભાર પ્રગટ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે આવનારા સમયમાં દિવ્યાંગો AT માર્ટ સુપર માર્ટની જેમ કાર્ય કરશે. એડિશનલ કલેકટરશ્રીએ સુગમ્ય ભારત યોજના વિશે માહિતી આપી હતી અને જણાવ્યું હતું કે સરકાર દિવ્યાંગો પ્રત્યે સંવેદનશીલ અભિગમ થી કાર્ય કરી રહી છે.
જનરલ મેનેજરશ્રી અજય ચૌધરીએ પ્રાસંગિક ઉદબોધન આપી એલિમ્કોની કામગીરીનો પરિચય આપ્યો હતો. ગાયત્રી ઓર્થો કેરના અધ્યક્ષશ્રી ચંદ્ર ગોપાલજીએ દિવ્યાંગજનો માટે અપાયેલ સુવિધાનો મહત્તમ લોકોને લાભ આપવા ખાતરી આપી હતી.
નોંધનીય છે કે, કાનપુરમાં દેશના પહેલા AT માર્ટની શરૂઆત બાદ નડિયાદમાં સ્થાપિત થનારું આ ભારતનું બીજું ALIMCO AT Mart બનશે. ગુજરાતમાં આ સ્થાપના ALIMCOની વ્યાપક પહેલમાં વધુ એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે, જેનો ઉદ્દેશ્ય આધુનિક સહાયક ટેકનોલોજી દ્વારા દિવ્યાંગો માટે વધુ સુગમ વાતાવરણ ઊભું કરવાનો છે.
આ અવસરે એડિશનલ કલેક્ટર શ્રી વિમલ બારોટ, એલિમ્કો હેડ શ્રી પ્રવીણકુમાર, એલિમ્કો વેસ્ટર્ન ઝોન હેડ શ્રી રમેશ ચાંદ, નોર્થ ઝોન હેડ, શ્રી શશીર ત્રિપાઠી, જનરલ મેનેજર શ્રી અજય ચૌધરી, શ્રી ચંદ્ર ગોપાલજી ઉપસ્થિત રહ્યા હતા.

