યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય, ભારત સરકાર અંતર્ગત માય ભારત - અમદાવાદ અને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના સહયોગથી 'ફ્યુચર યુથ લીડર્સ બુટકેમ્પ'નું આયોજન કરવામાં આવ્યું. આ ત્રિદિવસીય કાર્યક્રમ તારીખ 01.09.2026થી 03.09.2026 સુધી ચાલશે. તારીખ 01.09.2026ના રોજ ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બુટકેમ્પનું ઉદ્ઘાટન થયું.

ઉદ્ઘાટન સત્રના અધ્યક્ષસ્થાને ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનાં કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાય રહ્યાં. તેમની સાથે મંચ પર જિલ્લા યુવા અધિકારી શ્રી પ્રિતેશ કુમાર એન. ઝવેરી, વિદ્યાર્થી વિકાસ વિભાગના નિયામક ડૉ. નિશા જોશી, સીપીએસ પ્રોવિઝનલ નેશનલ ટ્રેનર અને મોટિવેશનલ સ્પીકર શ્રી સયમ જૈન, સીપીએસ ઝોનલ ટ્રેનર અને લાઈફ કોચ શ્રી ચેતના સિંઘવી અને સીપીએસ ઝોનલ ટ્રેનર શ્રી નિધિ સાલેચા ઉપસ્થિત રહ્યાં હતાં.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

અધ્યક્ષીય ઉદ્બોધનમાં કુલગુરુ પ્રો. અમી ઉપાધ્યાયે યુવાનોની આંતરિક શક્તિ અને નેતૃત્વના ગુણો ખીલવવા પર વાત કરી. તેમણે જણાવ્યું કે, 'સાચો નેતા એ છે જે અન્ય લોકોને નેતૃત્વ પૂરું પાડી શકે.' આ સાથે તેમણે નશામુક્ત ભારતના નિર્માણમાં યુવાનોની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. યુનિવર્સિટીના નશામુક્ત કેમ્પસ વિશે ગૌરવભેર વાત કરતાં તેમણે નોંધ્યું કે ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીનું કેમ્પસ સંપૂર્ણપણે નશામુક્ત છે. અહીં ક્યાંય ગુટખા કે અન્ય કોઈ નશીલા પદાર્થની પડીકી જોવા મળતી નથી. આ બાબત વિદ્યાલયો માટે ઉત્તમ ઉદાહરણ છે.

કાર્યક્રમમાં ડૉ. નિશા જોશી દ્વારા યુનિવર્સિટીનો પરિચય આપવામાં આવ્યો હતો. તેમણે ઉપસ્થિત તમામ મહાનુભાવો અને તાલીમાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો.