દેશભરમાં આજે ૭મી ઓગસ્ટે *નેશનલ હેન્ડલૂમ ડે* ની વિશેષ ઉજવણી થઈ રહી છે. ત્યારે *વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના *'વોકલ ફોર લોકલ'* ના આહ્વાનને વેગ આપતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે ગાંધીનગર ખાતે એક વિશેષ પહેલ કરી છે.મુખ્યમંત્રીશ્રીએ રાજ્ય સરકારના સાહસ 'ગરવી ગુર્જરી'ની મુલાકાત લઈને જાતે જ વિવિધ હાથશાળ ઉત્પાદનોની ખરીદી કરી હતી.તેમણે ત્યાંના કર્મચારીઓ સાથે સીધો સંવાદ સાધીને રાજ્યના પરંપરાગત વણાટકામ અને હેન્ડલૂમ પ્રોડક્ટ્સ વિશે વિગતવાર જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રીશ્રીએ દેશવાસીઓને સ્થાનિક હેન્ડલૂમ પ્રોડક્ટ્સ ખરીદીને ગ્રામીણ કારીગરોને પ્રોત્સાહિત કરવા અને *'આત્મનિર્ભર ભારત'* ના સંકલ્પને મજબૂત બનાવવા અપીલ કરી છે

જાહેરાતAdvertisement

- વોકલ ફોર લોકલ: નાના અને ગ્રામીણ હાથશાળ કારીગરોને આર્થિક રીતે સક્ષમ બનાવવાનો સંકલ્પ

- સ્વદેશી વારસો: ૧૯૦૫ની સ્વદેશી ચળવળની સ્મૃતિમાં ૨૦૧૫થી ઉજવાય છે નેશનલ હેન્ડલૂમ ડે.