ફેડરેશન ઓફ એકેડેમિક એસોસિએશન – ગુજરાત (FAA Gujarat) દ્વારા કોચિંગ એસોસિએશન ઓફ રાજકોટના યજમાનપદે આજે રાજકોટના ઘંટેશ્વર પાર્ક ખાતે રાજ્યકક્ષાની “સમન્વય બેઠક” યોજાઈ હતી. સમગ્ર ગુજરાતના વિવિધ જિલ્લા અને શહેરોમાંથી 30થી વધુ ઘટક સંઘોના 100થી વધુ પદાધિકારીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.

ફેડરેશનના ચેરમેન હેમાંગ રાવલ એ અખબારી યાદીમાં જણાવ્યું હતું કે બેઠકમાં મુખ્યત્વે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા પ્રસ્તાવિત ટ્યુશન એક્ટ, કોચિંગ ક્ષેત્ર પર તેની અસર તથા વ્યવહારુ અમલીકરણ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

ફેડરેશનની મુખ્ય માગો

1. 16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓ અંગે સ્પષ્ટ જોગવાઈ:

16 વર્ષથી નીચેના વિદ્યાર્થીઓને કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરાવતી કોચિંગ વ્યવસ્થામાં પ્રવેશ ન આપવાની સ્પષ્ટ જોગવાઈ ટ્યુશન એક્ટમાં કરવામાં આવે તેવી ફેડરેશનની માગ છે.

2. ડમી સ્કૂલ અને ડે-સ્કૂલ કલ્ચર પર નિયંત્રણ:

જાહેરાતAdvertisement

ડમી સ્કૂલ, ડે-સ્કૂલ અને કોન્સેપ્ટ સ્કૂલના વધતા કલ્ચરને રોકવા માટે શાળાના નિયત સમયમાં શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીને તે જ સમય દરમિયાન ટ્યુશન ક્લાસમાં હાજરી આપવાની મંજૂરી ન હોવી જોઈએ અને આ નિયમનો કડક અમલ થવો જોઈએ.

3. ટ્યુશન ક્લાસનો સમય મર્યાદિત કરવો:

વિદ્યાર્થીના શૈક્ષણિક અને માનસિક સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ટ્યુશન ક્લાસમાં વિદ્યાર્થીનો અભ્યાસ સમય દિવસમાં ત્રણ કલાકથી વધુ ન હોય તેવી વ્યવસ્થા કરવામાં આવે.

4. દરેક પ્રકારના ટ્યુશન માટે રજીસ્ટ્રેશન ફરજિયાત:

એક પણ વિદ્યાર્થીને ભણાવવાનું કાર્ય કરવામાં આવતું હોય તો તે ટ્યુશન એક્ટના દાયરામાં આવવું જોઈએ અને આવા તમામ ટ્યુશન પ્રોવાઇડર માટે રજીસ્ટ્રેશન ફરજિયાત બનાવવું જોઈએ. આ જ રીતે ઓનલાઈન શિક્ષણ આપતા ક્લાસિસ અને શિક્ષકો માટે પણ રજીસ્ટ્રેશન ફરજિયાત કરવામાં આવે તેવી ફેડરેશનની માગ છે.

5. નીતિ ઘડતરમાં કોચિંગ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ:

રાજ્યકક્ષાની તેમજ જિલ્લા કક્ષાની સંબંધિત કમિટીઓમાં ફેડરેશનના અધિકૃત બે-બે પદાધિકારીઓને સરકારશ્રી દ્વારા સ્થાન આપવામાં આવે, જેથી ટ્યુશન અને કોચિંગ ક્ષેત્રનો વાસ્તવિક પક્ષ, વ્યવહારુ મુશ્કેલીઓ અને સૂચનો નીતિ ઘડનાર સત્તાવાળાઓ સમક્ષ રજૂ થઈ શકે.

રાજ્યભરમાંથી હોદ્દેદારોની ઉપસ્થિતિ

આ મહત્વપૂર્ણ સમન્વય બેઠકમાં ચેરમેન શ્રી હેમાંગ રાવલ, પ્રમુખ શ્રી હેમંત સોલંકી, ડેપ્યુટી પ્રેસિડેન્ટ શ્રી રજનીકાંત ગોટી, જનરલ સેક્રેટરી શ્રી લખન પટેલ, ફર્સ્ટ વાઇસ પ્રેસિડેન્ટ શ્રી પ્રતીક મકવાણા, ખજાનચી શ્રી પાર્થિવ ત્રિવેદી, સહ ખજાનચી સુનિલ રૂપારેલ, પ્રદેશ પ્રમુખ શ્રી ઝંકૃત આચાર્ય, ચીફ એડવાઈઝર શ્રી વિજય મારુ એડવાઈઝરી શ્રી વિજય જોબનપુત્રા, શ્રી અશ્વિન કોટેચા, શ્રી વિજય ખખ્ખર, શ્રી સમીર ગજ્જર , સૌરાષ્ટ્ર પ્રભારી શ્રી ડેનિશ ભાલોડીયા, સહ પ્રભારી શ્રી જય ચૌહાણ, મધ્ય ગુજરાત પ્રભારી શ્રી પ્રણાય શુક્લા સહિત કોર કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

આ ઉપરાંત ગુજરાતના 30થી વધુ જિલ્લા અને શહેરોના ઘટક સંઘોના પ્રમુખો, સેક્રેટરીઓ તથા 100થી વધુ પદાધિકારીઓ અને પ્રતિનિધિઓએ બેઠકમાં ઉપસ્થિત રહી પોતાના સૂચનો રજૂ કર્યા હતા.

બેઠકમાં ઉપસ્થિત તમામ ઘટક સંઘોના પ્રતિનિધિઓએ કોચિંગ ક્ષેત્રને લગતા પ્રશ્નો અંગે એકસૂત્રતા સાથે સંકલિત રીતે સરકાર સમક્ષ રજૂઆત કરવાનો અભિગમ વ્યક્ત કર્યો હતો.

સરકાર સમક્ષ રચનાત્મક રજૂઆતનો અભિગમ

FAA ગુજરાત દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે ફેડરેશનનો હેતુ માત્ર નિયમોનો વિરોધ કરવાનો નથી, પરંતુ વિદ્યાર્થીઓના હિત, શિક્ષણની ગુણવત્તા અને કોચિંગ ક્ષેત્રની વ્યવહારુ વાસ્તવિકતાઓ વચ્ચે સંતુલન જળવાય તે રીતે ટ્યુશન એક્ટની રચના અને અમલ થાય તે માટે સરકાર સાથે રચનાત્મક સંવાદ અને રજૂઆત કરવાનો છે.

સમન્વય બેઠક બાદ યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ફેડરેશન દ્વારા ઉપરોક્ત માગો તથા આગામી રણનીતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.