ગુજરાત સરકાર દ્વારા આયોજિત રાજ્યવ્યાપી **ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ (G3Q-2026)**ના પ્રથમ સપ્તાહમાં ૮,૮૭૦ વિજેતાઓની યાદી આજે તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ જાહેર કરવામાં આવી છે. જ્ઞાન, જિજ્ઞાસા અને ગુજરાત તથા દેશના વિકાસ વિશેની જાણકારીને પ્રોત્સાહન આપતી આ ઓનલાઈન ક્વિઝમાં વિદ્યાર્થીઓ તેમજ નાગરિકો ઉત્સાહપૂર્વક જોડાઈ રહ્યા છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે તા. ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ G3Q-2026 નો પ્રારંભ થયો હતો. ક્વિઝનું પ્રથમ સપ્તાહ

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
૨૫ સપ્ટેમ્બરે પૂર્ણ થયું. ધોરણ ૯થી ૧૨ના વિદ્યાર્થીઓ, કોલેજ તથા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો માટે યોજાયેલી આ ક્વિઝના પ્રથમ સપ્તાહમાં વિવિધ કેટેગરીમાં કુલ ૮,૮૭૦ વિજેતાઓ પસંદ કરવામાં આવ્યા છે.
તાલુકા અને મહાનગરપાલિકા કક્ષાએ વિજેતાઓની પસંદગી
પ્રથમ સપ્તાહના વિજેતાઓમાં તાલુકા કક્ષાની શાળા કેટેગરીમાં ૨૬૫ તાલુકામાંથી ૧૦-૧૦ મુજબ કુલ ૨,૬૫૦ વિજેતાઓ અને કોલેજ કેટેગરીમાં પણ ૨,૬૫૦ વિજેતાઓ જાહેર થયા છે.
તે જ રીતે, ૧૭ મહાનગરપાલિકાઓની શાળા કેટેગરીમાં ૩૦-૩૦ મુજબ ૫૧૦ વિજેતાઓ તથા કોલેજ કેટેગરીમાં પણ ૫૧૦ વિજેતાઓ પસંદ કરવામાં આવ્યા છે.

નાગરિક કેટેગરીમાં ૩૪ જિલ્લાઓમાંથી ૫૦-૫૦ મુજબ ૧,૭૦૦ વિજેતાઓ તથા ૧૭ મહાનગરપાલિકાઓમાંથી ૫૦-૫૦ મુજબ ૮૫૦ વિજેતાઓ પસંદ કરવામાં આવ્યા છે.
આમ, પ્રથમ સપ્તાહમાં શાળા, કોલેજ અને નાગરિક કેટેગરીમાં કુલ ૮,૮૭૦ વિજેતાઓ જાહેર કરવામાં આવ્યા છે.
વડાપ્રધાનશ્રીની ૨૫ વર્ષની સેવા યાત્રા અને ‘વિકસિત ભારત @ ૨૦૪૭’ મુખ્ય વિષય
G3Q-2026નો મુખ્ય વિષય માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ૨૫ વર્ષની નેતૃત્વ અને સેવા યાત્રા તેમજ ‘વિકસિત ભારત @ ૨૦૪૭’નું વિઝન છે.ક્વિઝના માધ્યમથી વિદ્યાર્થીઓ અને નાગરિકોને કેન્દ્ર તથા રાજ્ય સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓ, શિક્ષણ ક્ષેત્રે થયેલી પ્રગતિ, જાહેર સેવા, ગુજરાતના વિકાસ અને દેશના વિકાસના વિવિધ પાસાં અંગે જાણકારી મેળવવાની તક મળી રહી છે.
આઠ સપ્તાહની સ્પર્ધા બાદ જિલ્લા અને રાજ્ય સ્તરની ગ્રાન્ડ ફાઈનલ
G3Q-2026 અંતર્ગત કુલ આઠ સપ્તાહ સુધી તાલુકા અને મહાનગરપાલિકા કક્ષાની સ્પર્ધા યોજાશે. ત્યારબાદ જિલ્લા તથા રાજ્ય સ્તરે ગ્રાન્ડ ફાઈનલ યોજવામાં આવશે.
સમગ્ર ક્વિઝ માટે રૂ. ૧૧.૭૪ કરોડથી વધુની ઈનામ રકમ નિર્ધારિત કરવામાં આવી છે. સમગ્ર સ્પર્ધામાં ૭૦,૦૦૦થી વધુ વિજેતાઓને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે સીધા તેમના બેંક ખાતામાં ઈનામની રકમ જમા કરવામાં આવશે.
તા. ૨૭ સપ્ટેમ્બરથી G3Q-2026નના બીજા સપ્તાહનો પ્રારંભ
શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ વિદ્યાર્થીઓ તથા નાગરિકોને G3Q-2026માં વધુમાં વધુ સંખ્યામાં જોડાઈને જ્ઞાનની આ સ્પર્ધામાં ભાગ લેવા અનુરોધ કર્યો છે.
G3Q-2026નું બીજું સપ્તાહ તા. ૨૭ સપ્ટેમ્બરથી ૨ ઑક્ટોબર, ૨૦૨૬ દરમિયાન યોજાશે. બીજા સપ્તાહના વિજેતાઓની જાહેરાત તા. ૩ ઑક્ટોબર, ૨૦૨૬ના રોજ કરવામાં આવશે.
G3Q-2026ના વિજેતાઓની યાદી તેમજ ક્વિઝ અંગેની વિગતવાર માહિતી માટે સત્તાવાર પોર્ટલની મુલાકાત લઈ શકાશે:

