૪૧મા રાષ્ટ્રીય નેત્રદાન પખવાડિયા નિમિત્તે GMERS મેડિકલ કોલેજ સંલગ્ન જનરલ હોસ્પિટલ, ગાંધીનગરના નેત્રરોગ વિભાગ દ્વારા તા. ૧ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ સમાજમાં નેત્રદાન અંગે જાગૃતિ ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે એક વિશેષ પોસ્ટર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.
નેત્રદાનનું મહત્વ, તેની પ્રક્રિયા તથા સમાજમાં નેત્રદાન અંગે જાગૃતિ વધારવાના વિષયને કેન્દ્રમાં રાખીને આ આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં પોસ્ટ ગ્રેજ્યુએટ રેસિડેન્ટ્સ, મેડિકલ ઇન્ટર્ન્સ તથા નર્સિંગ સ્ટાફ દ્વારા અત્યંત ઉત્સાહપૂર્વક ભાગ લઈને વિવિધ સર્જનાત્મક અને માહિતીસભર પોસ્ટર્સ રજૂ કરવામાં આવ્યા હતા.

આ સ્પર્ધાના નિર્ણાયક તરીકે મેડિકલ સુપરીન્ટેન્ડન્ટ ડૉ. મીતા પરીખ, ડીન ડૉ. શૈલેષ ઝવેરી તથા ત્વચારોગ વિભાગના વડા ડૉ. બેલા પઢીયાર ઉપસ્થિત રહ્યા હતા. નિર્ણાયકો દ્વારા રજૂ થયેલા પોસ્ટર્સનું વિષયવસ્તુ, સર્જનાત્મકતા, સંદેશની અસરકારકતા તથા જનજાગૃતિના દૃષ્ટિકોણથી મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નેત્રરોગ વિભાગના વડા ડૉ. વૈશાલી પ્રજાપતિ, NPCB&VI -રાષ્ટ્રીય અંધત્વ અને દ્રષ્ટિ ખામી નિયંત્રણ કાર્યક્રમના પ્રોગ્રામ ઓફિસર ડૉ. શિલ્પા ભટ્ટ તથા નેત્રરોગ વિભાગના તમામ ફેકલ્ટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ દરમિયાન પોસ્ટર સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય તથા તૃતીય ક્રમે વિજેતા થયેલા સ્પર્ધકોનું સન્માન કરવામાં આવ્યું હતું, તેમજ સ્પર્ધામાં ભાગ લેનાર તમામ સહભાગીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય આરોગ્ય ક્ષેત્ર સાથે સંકળાયેલા તબીબી વિદ્યાર્થીઓ, રેસિડેન્ટ્સ અને નર્સિંગ સ્ટાફમાં નેત્રદાન અંગેની સમજણ વધારવી તેમજ સમાજમાં નેત્રદાન માટે સકારાત્મક અભિગમ વિકસાવવાનો હતો.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
કાર્યક્રમમાં થયેલી ઉત્સાહપૂર્ણ ભાગીદારીથી “નેત્રદાન – મહાદાન” ના પવિત્ર સંદેશને વધુ વ્યાપક રીતે લોકો સુધી પહોંચાડવા માટેની પ્રતિબદ્ધતા વ્યક્ત થઈ હતી.

