ગુજરાત સરકારના સંયુક્ત સાહસ એવા ‘ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા નિગમ લી.’ (GSCSCL) દ્વારા રાજ્યના ૨૫૦ ગોડાઉનમાંથી અંદાજે ૧૭ હજાર પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર -વ્યાજબી ભાવની દુકાનો - FPS સુધી અનાજ અને અન્ય ચીજવસ્તુઓના વિતરણમાં ઝડપ અને સંપૂર્ણ પારદર્શિતા લાવવા માટે અદ્યતન ટેક્નોલોજી અપનાવવામાં આવી છે.

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના માર્ગદર્શનમાં

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

સપ્લાય ચેઈન ઓપરેશનને ડિજિટલ બનાવવા નિગમ દ્વારા ICT Logistics Software વિકસાવવામાં આવ્યું છે. આ સોફ્ટવેર દ્વારા FCI ના ડેપોથી લઈને રાજ્યના ગોડાઉનો અને FPS સુધી વાહનોનું રીઅલ-ટાઇમ મોનિટરિંગ થાય છે. વાહનોમાં GPS સિસ્ટમ અને મશીન લર્નિંગ આધારિત ‘રૂટ ઓપ્ટિમાઇઝેશન’ લાગુ કરાયું છે. નિયત રૂટથી વાહન ડાયવર્ટ થાય કે GPS ડીસ્કનેક્ટ થાય ત્યારે તુરંત સિસ્ટમમાં એલર્ટ જનરેટ થાય છે. ગોડાઉન અને FPS ખાતે જીઓ-ફેન્સિંગ અને ઈલેક્ટ્રોનિક પ્રૂફ ઑફ ડિલિવરી (EPOD) થી જથ્થો મળ્યાની સચોટ ખરાઈ કરાય છે.

ઉપરાંત વડી કચેરી ખાતે સ્થપાયેલ ‘કમાન્ડ-એન્ડ-કંટ્રોલ સેન્ટર’ થી તમામ શંકાસ્પદ ગતિવિધિઓ સતત પર નજર રખાય છે. વધુમાં પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ-PDS પોર્ટલ મારફતે ગોડાઉનમાં સ્ટોકની લાઈવ માહિતી અને દૈનિક,સાપ્તાહિક તથા માસિક ડેશબોર્ડ રિપોર્ટ્સ ઉપલબ્ધ બને છે. તેને ICT લોજિસ્ટિક પ્રોજેક્ટ અને FCI ના ‘અન્ન દર્પણ’ પોર્ટલ સાથે સંકલિત કરવામાં આવ્યું છે.

વધુમાં ગોડાઉનમાં ચોરી, ભેળસેળ અટકાવવા અને સુરક્ષા માટે અંદાજે ૭ હજાર CCTV કેમેરા જેમાં Bullet, Dome, PTZ અને ANPR જેવા કેમેરા લગાવવામાં આવ્યા છે. આ કેમેરાના લાઈવ મોનિટરિંગ માટે ગોડાઉન, નાયબ જિલ્લા મેનેજર, જિલ્લા પુરવઠા અધિકારીની કચેરીઓ અને વડી કચેરી ખાતે કમાન્ડ-કંટ્રોલ સેન્ટર સાથે ‘વિડિયો વોલ’નું અદ્યતન સેટઅપ ગોઠવવામાં આવ્યું છે.

આ ઉપરાંત ખેડૂતો પાસેથી લઘુત્તમ ટેકાના ભાવે (MSP) અનાજની ખરીદી માટે Farmer Procurement Portal (FPP) કાર્યરત છે. જેમાં આધારકાર્ડ, બેંક વિગત અને જમીનના આધારપુરાવાની ડેમોગ્રાફિક તથા બાયોમેટ્રિક ચકાસણી બાદ જ રજીસ્ટ્રેશન અને ખરીદી થાય છે તેમજ દરેક તબક્કે SMS મારફતે ખેડૂતોને જાણ પણ કરવામાં આવે છે.