અમદાવાદના સમૃદ્ધ હેરિટેજ વારસાના સંરક્ષણને વધુ પારદર્શક, સુલભ અને અસરકારક બનાવવા માટે હેરિટેજ કન્ઝર્વેશન કમિટી (HCC)ની સત્તાવાર વેબસાઇટ કાર્યરત છે. હેરિટેજ સંરક્ષણ સંબંધિત વિવિધ માહિતી, નિયમો, દસ્તાવેજો, પ્રક્રિયાઓ અને ઓનલાઈન સેવાઓ એક જ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ કરાવવાના હેતુથી તૈયાર કરવામાં આવેલી આ વેબસાઇટ હેરિટેજ ઇમારતોના માલિકો, આર્કિટેક્ટ્સ, સંશોધકો, વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકો માટે ઉપયોગી સાબિત થઈ રહી છે.
વેબસાઇટ પર હેરિટેજ કન્ઝર્વેશન કમિટી (HCC) અંગેની વિસ્તૃત માહિતી ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા નિયુક્ત થયેલા કમિટીના સભ્યોની વિગતો ઉપલબ્ધ છે. સાથે જ હેરિટેજ કન્ઝર્વેશન કમિટીની પેટા સમિતિ તરીકે કાર્યરત **એક્સપર્ટ સબ કમિટી ફોર હેરિટેજ એપ્રુવલ (ESHA)**ના સભ્યો અંગેની માહિતી પણ વેબસાઇટમાં સમાવાઈ છે.

હેરિટેજ ક્ષેત્રે વધુ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે HCC તથા ESHAની સ્થાપના બાદ આજદિન સુધી યોજાયેલી તમામ બેઠકોની મિનિટ્સ ઓફ મીટિંગ વેબસાઇટ પર ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઉપરાંત, ગુજરાત સરકારના શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા હેરિટેજ કન્ઝર્વેશન કમિટી સંબંધિત બહાર પાડવામાં આવેલા તમામ સરકારી ઠરાવો પણ નાગરિકો સરળતાથી જોઈ શકે છે.
અમદાવાદ શહેરના કોટ વિસ્તારમાં આવેલી ગ્રેડ-I, ગ્રેડ-IIA, ગ્રેડ-IIB અને ગ્રેડ-III એમ ચાર શ્રેણીમાં વર્ગીકૃત કુલ 2,698 નોટિફાઇડ હેરિટેજ ઇમારતોની યાદી પણ વેબસાઇટ પર ઉપલબ્ધ છે.
આ ઉપરાંત શેડ્યૂલ-19 (CGDCR) હેઠળના હેરિટેજ નિયમો, હેરિટેજ ઇમારતોના રિપેરિંગ અને રિસ્ટોરેશન માટેની ઓનલાઈન અરજીની લિંક તેમજ અરજી માટે જરૂરી દસ્તાવેજોની સંપૂર્ણ માહિતી પણ વેબસાઇટમાં સમાવાઈ છે.
હેરિટેજ ટ્રેડેબલ ડેવલપમેન્ટ રાઇટ (HTDR)નો લાભ મેળવનાર હેરિટેજ મિલકતો અને તેમના માલિકોની વિગતો ઉપરાંત તાજેતરમાં મંજૂર થયેલી **હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (HIA)**ની ઇન્ટરિમ પોલિસી પણ વેબસાઇટ પર ઉપલબ્ધ છે. સાથે જ ડિટેલ્ડ હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (HIA) માટે એમ્પેનલ્ડ એજન્સીઓ અને સંસ્થાઓની યાદી તેમજ સ્ક્રિનિંગ હેરિટેજ ઇમ્પેક્ટ એસેસમેન્ટ (HIA) માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના રજિસ્ટર્ડ આર્કિટેક્ટ્સની યાદી પણ વેબસાઇટમાં સામેલ કરવામાં આવી છે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
હેરિટેજ સંરક્ષણ સાથે સંકળાયેલી તમામ મહત્વપૂર્ણ માહિતી અને સેવાઓ એક જ ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ થતાં નાગરિકોને જરૂરી માહિતી મેળવવામાં સરળતા રહેશે. સાથે જ હેરિટેજ સંરક્ષણની પ્રક્રિયામાં પારદર્શિતા વધશે, માહિતી સુધી સરળ પહોંચ સુનિશ્ચિત થશે અને અમદાવાદના ઐતિહાસિક વારસાના સંવર્ધન અને જાળવણીના પ્રયાસોને વધુ વેગ મળશે.

