અંગદાન અને ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે ગુજરાતે દેશભરમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. નવી દિલ્હીમાં યોજાયેલા ૧૬મા 'નેશનલ ઓર્ગન ડોનેશન ડે' સમારોહમાં રાજ્યની ત્રણ સરકારી હોસ્પિટલોને રાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠ એવોર્ડ્સથી સન્માનિત કરવામાં આવી છે. જેમાં IKDRCને 'એક્સલન્સ ઇન ટ્રાન્સપ્લાન્ટેશન', અમદાવાદ સિવિલ હોસ્પિટલને 'બેસ્ટ રીટ્રીવલ સેન્ટર' અને સુરત નવી સિવિલને 'બેસ્ટ બ્રેઇન સ્ટેમ ડેથ ટીમ'નો એવોર્ડ મળ્યો છે. ગાંધીનગર ખાતે યોજાયેલી કેબિનેટ બેઠકમાં આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ આ એવોર્ડ્સ રજૂ કરતા જ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સમગ્ર મંત્રીમંડળે આરોગ્ય વિભાગની આ ઐતિહાસિક સિદ્ધિને બિરદાવી વધાવી લીધી હતી." ઓર્ગન ડોનેશન અને પ્રત્યારોપણ ક્ષેત્રે ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલોએ સમગ્ર ભારતમાં રાજ્યનું નામ રોશન કર્યું છે. NEWS UPDATE - ઓર્ગન ડોનેશન અને પ્રત્યારોપણ ક્ષેત્રે ગુજરાતની ત્રણ સરકારી હોસ્પિટલનું સન્માન - ‘૧૬મા ઇન્ડિયન નેશનલ ઓર્ગન ડોનેશન ડે’ સમારોહમાં એવોર્ડ્સ એનાયત.- - IKDRC અમદાવાદ: "Excellence in Leading Government Hospital in Organ Transplantation" નો રાષ્ટ્રીય એવોર્ડ - સિવિલ હોસ્પિટલ અમદાવાદ: "Best Non-Transplant Organ Retrieval Centre (NTORC)" નો પુરસ્કાર - નવી સિવિલ હોસ્પિટલ સુરત: "Best Brain Stem Death Team" તરીકે પસંદગી પામી. - કેબિનેટ બેઠકમાં આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ આ એવોર્ડ્સ રજૂ કર્યા. - મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને સમગ્ર મંત્રીમંડળે આરોગ્ય વિભાગની ઉત્કૃષ્ટ સેવાઓને બિરદાવી.