ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણ અને વૈજ્ઞાનિક સંશોધનને નવી દિશા આપતા ગુજરાત યુનિવર્સિટી અને UGCના સ્વાયત્ત આંતર-યુનિવર્સિટી કેન્દ્ર INFLIBNET સેન્ટર, ગાંધીનગર વચ્ચે 18 ઓગસ્ટ, 2026ના રોજ મહત્વપૂર્ણ MoU કરવામાં આવ્યો છે.

આ કરાર હેઠળ ગુજરાત યુનિવર્સિટી દ્વારા INFLIBNETને સત્તાવાર ‘રિસર્ચ સેન્ટર’ તરીકે માન્યતા આપવામાં આવી છે. હવે INFLIBNET ખાતે કાર્યરત પાત્ર વૈજ્ઞાનિકોના માર્ગદર્શન હેઠળ સંશોધકો Ph.D. કરી શકશે અને ડિગ્રી ગુજરાત યુનિવર્સિટી દ્વારા એનાયત કરવામાં આવશે.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

MoU હેઠળ મુખ્યત્વે લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સ તથા કોમ્પ્યુટર સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રમાં સંશોધન થશે. તેમાં ડિજિટલ લાઇબ્રેરી, ડેટા સાયન્સ, ઇન્ફોર્મેટિક્સ, સાયન્ટોમેટ્રિક્સ, ડિજિટલ પ્રિઝર્વેશન અને નેટવર્ક ટેકનોલોજી જેવા વિષયોનો સમાવેશ થાય છે.

Ph.D.ના વિદ્યાર્થીઓને INFLIBNETની ક્લાઉડ ફેસિલિટી, સુપરકમ્પ્યુટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડેટા એનાલિટિક્સ ટૂલ્સ અને ONOS, શોધગંગા, શોધચક્ર તથા વિદ્વાન જેવા રાષ્ટ્રીય ડિજિટલ સંસાધનોનો લાભ મળશે.

ગુજરાત યુનિવર્સિટી પ્રવેશ, નોંધણી, કોર્સવર્ક અને Ph.D. ડિગ્રી અંગેની સંપૂર્ણ શૈક્ષણિક સત્તા જાળવશે. પાત્ર INFLIBNET વૈજ્ઞાનિકોને Ph.D. રિસર્ચ સુપરવાઇઝર તરીકે માન્યતા આપવામાં આવશે.

આ MoUનો પ્રારંભિક સમયગાળો 7 વર્ષ રહેશે. કરાર પૂર્ણ કે રદ થાય તો પણ અગાઉથી નોંધાયેલા સંશોધકોને તેમનો Ph.D. અભ્યાસ પૂર્ણ કરવાની સંપૂર્ણ સુરક્ષા રહેશે. સહયોગની દેખરેખ માટે ગુજરાત યુનિવર્સિટી અને INFLIBNETની સંયુક્ત સમિતિ પણ રચવામાં આવી છે.

જાહેરાતAdvertisement

આ ભાગીદારીથી ગુજરાતમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત, આંતરવિષયક અને ટેકનોલોજી આધારિત સંશોધનને નોંધપાત્ર વેગ મળવાની અપેક્ષા છે.