ગાંધીનગર ખાતે આવેલી વિશ્વપ્રસિદ્ધ નેશનલ ફોરેન્સિક સાયન્સીસ યુનિવર્સિટી (NFSU)નું ગૌરવ દેશભરમાં વધ્યું છે. યુનિવર્સિટીમાં પ્રોફેસર તરીકે ફરજ બજાવતા પ્રો. ડૉ. જયરાજસિંહ ઇન્દ્રજીતસિંહ સરવૈયાને દિલ્હી ખાતે આયોજિત વિશેષ સમારંભમાં દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય કક્ષાના શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

​દેશની સુરક્ષા માટે ઉપયોગી રિસર્ચ બની નિમિત્ત

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

ડૉ. જયરાજસિંહ સરવૈયાએ ફોરેન્સિક સાયન્સ વિષય અંતર્ગત દેશની આંતરિક અને રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ અત્યંત ઉપયોગી થઈ શકે તેવું મહત્વપૂર્ણ રિસર્ચ કર્યું છે. તેમના આ વિશિષ્ટ સંશોધન અને શિક્ષણ ક્ષેત્રે આપેલા અભૂતપૂર્વ યોગદાનની નોંધ ભારત સરકાર દ્વારા લેવામાં આવી હતી, જેના ભાગરૂપે શિક્ષક દિન નિમિત્તે તેમને આ રાષ્ટ્રીય સન્માન એનાયત કરાયું હતું.

​શિક્ષણનો વારસો: દાદા DEO, પિતા શિક્ષક હતા

ડૉ. જયરાજસિંહનો પરિવાર પેઢીઓથી શિક્ષણ જગત સાથે જોડાયેલો છે. તેમના દાદા જિલ્લા શિક્ષણાધિકારી (DEO) તરીકે અને પિતા પણ શિક્ષક તરીકે સેવાઓ આપી ચૂક્યા છે. પરિવારના આ શૈક્ષણિક સંસ્કારોને આગળ ધપાવતા ડૉ. જયરાજસિંહે આજે રાષ્ટ્રીય સ્તરે આ સિદ્ધિ હાંસલ કરી છે.

​વતન અમરેલીના ચિતલ ગામમાં ઉજવણી

જાહેરાતAdvertisement

તેમની આ સિદ્ધિથી તેમના વતન અમરેલી જિલ્લાના ચિતલ ગામ અને મિત્ર વર્તુળમાં ભારે આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. ગામના લોકો તથા NFSU પરિવારે તેમને આ ઉત્કૃષ્ટ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

​"મારી પસંદગી થવી એ સમગ્ર NFSU પરિવાર માટે ગૌરવની ક્ષણ"

"દેશભરમાંથી અલગ-અલગ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શિક્ષકોનું સન્માન થયું છે. ભારત સરકાર દ્વારા નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીમાંથી મારી પસંદગી શ્રેષ્ઠ શિક્ષક તરીકે કરવામાં આવી, તેનું મને અને મારી સંસ્થાને ભારે ગૌરવ છે."