વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ અમદાવાદમાં નારોલ ટેક્સટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ એન્વાયરો
મેનેજમેન્ટ(NTIEM)ની મુલાકાત લીધી હતી. પર્યાવરણીય સમતુલા જાળવવા અને હરિયાળી વધારવાના ઉદ્દેશ્યથી મંત્રીશ્રીએ NTIEM પરિસરમાં વૃક્ષારોપણ કરીને 'ગ્રીન ગુજરાત'ના સંકલ્પને વેગ આપ્યો હતો. આ પ્રસંગે વેજલપુરના ધારાસભ્ય શ્રી અમિતભાઈ ઠાકર અને મણિનગરના ધારાસભ્ય શ્રી અમૂલભાઈ ભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
મંત્રીશ્રીએ NTIEM પરિસરમાં કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP)ની મુલાકાત કરી તેના કામકાજ, ઔદ્યોગિક વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્રોસેસ અને પ્લાન્ટની કાર્યક્ષમતાનું પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતુ. મંત્રીશ્રીએ કલેક્શન સમ્પ, સ્ક્રીનિંગ યુનિટ, ઓનલાઈન મોનિટરીંગ ઇન્સ્ટ્રુમેન્ટ કેબિન સહિતના વિભાગોની મુલાકાત લઈને પર્યાવરણ સુરક્ષા સુનિશ્ચિત કરવા ટેકનોલોજીના યોગ્ય ઉપયોગ અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
પર્યાવરણ સંરક્ષણ અને પ્રદૂષણ નિયંત્રણ માટે મહત્વપૂર્ણ એવા કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP)ની વિઝિટ બાદ NTIEMના કોન્ફરન્સ હોલ ખાતે મંત્રીશ્રીએ NTIEMના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, સભ્ય ઉદ્યોગકારો સાથે બેઠક યોજી હતી.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે બદલાતા વૈશ્વિક પરિદ્રશ્ય સાથે દેશના ઉદ્યોગોએ પણ સમયસર બદલાવ લાવવો અનિવાર્ય બન્યો છે. તેમણે ઉમેર્યું હતું કે યુરોપ સાથે થયેલા ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટનો મહત્તમ લાભ મેળવવા આપણા ઉદ્યોગોએ આંતરાષ્ટ્રીય ધોરણો અપનાવવા પડશે. યુરોપિયન બજારમાં નિકાસ કરવા માટે પર્યાવરણીય પ્રેક્ટિસિસ, લેબર નોર્મ્સ અને સેફ્ટી સ્ટાન્ડર્ડ્સનું ચુસ્તપણે પાલન કરવું જરૂરી છે. મંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે ઉદ્યોગોના વિકાસની સાથે પર્યાવરણની સુસંગતતા અને સમતુલા જાળવવી એ આપણી સામાજિક તથા નૈતિક જવાબદારી છે.
આ પ્રસંગે મંત્રીશ્રીએ ભાર મૂક્યો હતો કે વડાપ્રધાનશ્રીના ‘વિકસિત ભારત ૨૦૪૭’ના વિઝનને સાકાર કરવામાં દેશના ઉદ્યોગોની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ રહેશે. તેમણે ક્લાઇમેટ ચેન્જ અને વિજ્ઞાન-પ્રૌદ્યોગિકી ક્ષેત્રે નવીનતમ ટેકનોલોજી અપનાવીને પ્રદૂષણ મુક્ત ઉત્પાદન પ્રક્રિયા હાથ ધરવા સ્થાનિક ઉદ્યોગકારોને પ્રોત્સાહિત કર્યા હતા. નવી ટેક્નોલોજી અપનાવતી વખતે શરૂઆતમાં પડકારો આવે તે સ્વાભાવિક હોવાનું કહી મંત્રીશ્રીએ ટકાઉ વિકાસ અને પર્યાવરણની જાળવણી માટે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સંપૂર્ણપણે કમ્પ્લાયન્ટ બને અને 'ઝીરો લિક્વિડ ડિસ્ચાર્જ' (ZLD) તથા રિસાયક્લિંગ મોડેલ તરફ આગળ વધે તેવો આશાવાદ વ્યક્ત કરીને ખાસ અનુરોધ કર્યો હતો.

ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના ચેરમેનશ્રી આર.બી.બારડે ઉદ્યોગો અને રાજ્ય સરકાર વચ્ચે સુલભ સંકલન અંગે લેવામાં આવેલા વિવિધ નિર્ણયો, સુવિધાઓ, નવીન પ્રકલ્પો અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમણે ઉદ્યોગો માટે, તેમની જરૂરિયાતો માટે અને તેમના પ્રશ્નોના નિરાકરણ માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
આ પ્રસંગે GPCBના વરિષ્ઠ અધિકારીઓ, NTIEMના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, એડવાઇઝર, સભ્ય ઉદ્યોગકારો અને હોદ્દેદારો, ચિરિપાલ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝના શ્રી જ્યોતિભાઈ ચિરિપાલ, પર્યાવરણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ, એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

