અમદાવાદ

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિત શાહના વરદ હસ્તે પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ હેઠળ આવેલા સાબરમતી (કાળી ગામ) ખાતે ₹૭૦૦ કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલા અત્યાધુનિક WAG-12 જાળવણી શેડનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

જાહેરાત બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”

📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી

સાબરમતી લોકોમોટિવ શેડની મુખ્ય વિશેષતાઓ અને લાભો

ઉચ્ચ ક્ષમતા ધરાવતાં એન્જિન* આ શેડમાં હોમિંગ અને જાળવણી થનાર WAG-12 લોકોમોટિવ આશરે ૧૨,૦૦૦ હોર્સપાવર (HP) ની પ્રચંડ ક્ષમતા ધરાવે છે, જે ભારે અને લાંબી માલગાડીઓના ઝડપી અને સુચારુ સંચાલન માટે અત્યંત મહત્વપૂર્ણ સાબિત થશે.

કુલ ૩૦૦ WAG-12 લોકોમોટિવની વૈજ્ઞાનિક જાળવણી માટે ‘M/s Madhepura Electric Locomotive Private Limited (MELPL)’ અને સાબરમતી લોકોમોટિવ શેડ વચ્ચે મેન્ટેનન્સ સર્વિસ એગ્રીમેન્ટ (MSA) કરવામાં આવ્યો છે.

*તબક્કાવાર ઉપલબ્ધતા*: વર્તમાનમાં ૧૫૪ WAG-12 લોકોમોટિવનું હોમિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે, જ્યારે વર્ષ ૨૦૨૭-૨૮ સુધીમાં તમામ ૩૦૦ લોકોમોટિવ પ્રાપ્ત કરવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે.

જાહેરાતAdvertisement

*કાર્યક્ષમતામાં વધારો*

અત્યાધુનિક તકનીકી સુવિધાઓ અને વૈજ્ઞાનિક દેખરેખને લીધે લોકોમોટિવની ઉપલબ્ધતા, વિશ્વસનીયતા અને રેલવેની એકંદર માલવહન ક્ષમતામાં મોટો વધારો થશે.

આ અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી ભારતીય રેલવેની માલવહન ક્ષમતા, સંચાલન કાર્યક્ષમતા ક્ષેત્રે એક નવો અધ્યાય શરૂ થશે.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ WAG-12 ઇલેક્ટ્રિક લોકોમોટિવ (એન્જિન નંબર ૬૦૫૯) ને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવ્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છેકે આજના આધુનિક યુગમાં રેલવે માત્ર પરિવહનનું માધ્યમ ન રહેતાં ‘આત્મનિર્ભર ભારત’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ની સંકલ્પનાને સાકાર કરતું સુશાસન તથા રાષ્ટ્રીય ગૌરવનું પ્રતીક બન્યું છે.

કશ્મીરથી કન્યાકુમારી અને ગુજરાતથી અસમ સુધી પથરાયેલું રેલવે નેટવર્ક દેશના વિવિધ રાજ્યો, ભાષાઓ અને સંસ્કૃતિઓને એકતાના તાંતણે બાંધવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યું છે.

આ પ્રસંગે કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી સહિત મહાનુભાવોએ શેડ ના વિકાસની ગતિ દર્શાવતું પ્રદર્શનીનુ નિરીક્ષણ કર્યું હતું

આ અવસરે નાયબ મુખ્યમંત્રીશ્રી હર્ષ સંઘવી, ડી આર એમ શ્રી વેદ પ્રકાશ,મેયર શ્રી હિતેશભાઈ બારોટ, દંડક શ્રી અતુલ મિશ્રા,ધારાસભ્યશ્રી હર્ષદ પટેલ, અગ્રણી શ્રી પ્રેરક શાહ સહિત અનેક રેલવે ના ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ પ્રબુદ્ધ નાગરિકો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.