અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આંતરરાષ્ટ્રીય સાક્ષરતા દિવસ નિમિત્તે નેશનલ બુક ટ્રસ્ટ (NBT)ના સહયોગથી અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ (AIBF)-2026ના કાઉન્ટડાઉનની શરૂઆતના ભાગરૂપે આજે ટાગોર હોલ, પાલડી ખાતે કર્ટન રેઇઝર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
મેયરશ્રી હિતેશભાઈ બારોટની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં સાંસદ શ્રી દિનેશ મકવાણા, મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની, ડે. મેયરશ્રી અંજુબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી કમલેશભાઈ પટેલ, શાસક પક્ષના નેતાશ્રી જશુભાઈ ઠાકોર, ધારાસભ્યશ્રીઓ, સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ,નેશનલ બુક ટ્રસ્ટના ચેરમેનશ્રી મિલિંદ મરાઠે, સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને વક્તા શ્રી તુષાર શુક્લ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આ પ્રસંગે અમદાવાદના મેયરશ્રી હિતેશભાઈ બારોટે જણાવ્યું હતું કે, વર્ષ 2012થી શરૂ થયેલી આ પુસ્તક મેળાની પ્રવૃત્તિ બાદ અમદાવાદ મહાનગરપાલિકા છેલ્લા 14 વર્ષથી અવિરતપણે પુસ્તક મેળાનું આયોજન કરી રહી છે, જેમાં મોટી સંખ્યામાં પુસ્તકપ્રેમીઓ આવે છે અને પોતાની પસંદગીનાં પુસ્તકો ખરીદે છે. તેમણે જણાવ્યું હતું કે પુસ્તક એવી વસ્તુ છે કે તેને વાંચ્યા બાદ તેની સ્મૃતિ લાંબા સમય સુધી રહે છે અને એક જ પુસ્તક ત્રણ વખત વાંચવામાં આવે તો તે હંમેશાં યાદ રહે છે. મોબાઈલના વધતા ઉપયોગ વચ્ચે ખાસ કરીને ત્રણ વર્ષનાં બાળકોને મોબાઈલથી દૂર રાખવાની જરૂરિયાત વ્યક્ત કરતાં તેમણે પરિવારોને વાંચનની ટેવ કેળવવા અપીલ કરી હતી. તેમના જણાવ્યા મુજબ દરેક ઘરમાં પુસ્તકો હોય છે, પરંતુ તેનો સદુપયોગ થાય અને વાંચનની ટેવ વિકસે તે જરૂરી છે. તેમણે 24 કલાકમાંથી માત્ર 30 મિનિટનો સમય પરિવાર સાથે પુસ્તક વાંચવા માટે ફાળવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે દસમું અને બારમું ધોરણ સુધી અભ્યાસ દરમિયાન વાંચન માટે સમય આપવામાં આવે છે, પરંતુ ત્યારબાદ ભણતરનું સ્વરૂપ બદલાય છે. તેમ છતાં વાંચેલું જ્ઞાન પરિવાર, ઘર અને સમાજ માટે હંમેશાં ઉપયોગી રહે છે. રામાયણનાં વાક્યો વાંચ્યા બાદ કે ચલચિત્ર જોયા બાદ લાંબા સમય સુધી યાદ રહેવાનું ઉદાહરણ આપતાં તેમણે મોબાઈલ કરતાં પુસ્તકોમાંથી મળતું જ્ઞાન વધુ યાદ રહેતું હોવાનું જણાવ્યું હતું.
આ અવસરે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રી બંછાનિધિ પાની એ જણાવ્યું હતું કે, અમદાવાદ ઇન્ટરનેશનલ બુકફેર આપણા શહેર માટે અત્યંત ગૌરવ અને મહત્વનો કાર્યક્રમ છે. વર્ષ 2012માં તત્કાલીન માનનીય મુખ્યમંત્રીશ્રી અને હાલના દેશના માનનીય વડાપ્રધાનશ્રીના માર્ગદર્શન હેઠળ શરૂ થયેલી આ પહેલ આજે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી છે. આજના ડિજિટલ યુગમાં જ્યારે બાળકોનો સ્ક્રીન ટાઈમ વધી રહ્યો છે અને વાંચન તથા વિચારની મૌલિકતા ઘટી રહી છે, ત્યારે પુસ્તકનું મહત્વ વધુ વધી જાય છે. પુસ્તક આપણો શ્રેષ્ઠ મિત્ર છે. તે આપણને જ્ઞાન, સકારાત્મકતા અને નવી વિચારસરણી આપે છે. સોશિયલ મીડિયાના યુગમાં સાચું અને વિશ્વસનીય જ્ઞાન મેળવવા માટે પુસ્તકો સાથેનું જોડાણ ખૂબ જરૂરી છે.
આ બુકફેરનો હેતુ માત્ર પુસ્તકોનું વેચાણ કરવાનો નથી, પરંતુ અમદાવાદમાં વાંચનની સંસ્કૃતિને એક મોટા જનઅભિયાનનું સ્વરૂપ આપવાનો છે. શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓ અને લાઈબ્રેરીઓ આ બુકફેરનો મહત્તમ લાભ લે તે માટે વિશેષ પ્રયાસ કરવામાં આવ્યા છે. બાળકો, યુવાનો, વડીલો અને પુસ્તકપ્રેમીઓ માટે વિવિધ કાર્યક્રમો સાથે સ્ટાર્ટઅપ્સ અને ઇનોવેટિવ આઈડિયાઝને પણ સ્થાન આપવામાં આવ્યું છે. નેશનલ બુક ટ્રસ્ટ, NID અને અન્ય સંસ્થાઓના સહયોગથી આ આયોજન થઈ રહ્યું છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માત્ર ઈંટ-કોન્ક્રીટની માળખાકીય સુવિધાઓ પૂરતું સીમિત નથી, પરંતુ શહેરની ‘સોફ્ટ પાવર’ અને નવી પેઢીના જ્ઞાનમાં પણ રોકાણ કરે છે. આપણા બાળકોને આપી શકાય તેવી સૌથી શ્રેષ્ઠ ભેટ એક સારું પુસ્તક છે.
નેશનલ બુક ટ્રસ્ટના ચેરમેનશ્રી મિલિંદ મરાઠેએ જણાવ્યું હતું કે, નેશનલ બુક ટ્રસ્ટ સાથે વર્ષ 2024થી અમદાવાદ ઇન્ટરનેશનલ બુકફેર સાથે જોડાવાનું અમને ગૌરવ છે અને આ તેની ત્રીજી આવૃત્તિ છે. ગુજરાતમાં વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવાની એક સશક્ત શરૂઆત વર્ષ 2012માં શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી થઈ હતી. આ યાત્રામાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર શ્રી ગુરુપ્રસાદ મહાપાત્રા તથા નેશનલ બુક ટ્રસ્ટના તત્કાલીન ડિરેક્ટર શ્રી એમ. એસ. સિકંદર સાહેબનો મહત્વપૂર્ણ ફાળો રહ્યો હતો. ‘વાંચે ગુજરાત’ જેવા અભિયાનોએ પણ ગુજરાતમાં વાંચનની સંસ્કૃતિને વધુ મજબૂત બનાવવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે.

દેશભરમાં વિવિધ સ્થળોએ પ્રવાસ દરમિયાન અમારો અનુભવ રહ્યો છે કે બહુ ઓછી મ્યુનિસિપલ કોર્પોરેશનો એવી છે, જે રસ્તા, પાણી અને અન્ય માળખાકીય સુવિધાઓની સાથે-સાથે વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે પણ આટલો સુંદર અને સતત પ્રયાસ કરે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન આ બાબતમાં એક ઉત્તમ અને પ્રેરણાદાયી ઉદાહરણ છે. પુસ્તક આપણને માત્ર જ્ઞાન જ નથી આપતું. પુસ્તક આપણને અન્ય લોકોના અનુભવો સાથે જોડે છે, ઇતિહાસની સફર કરાવે છે અને વિવિધ સંસ્કૃતિઓ તથા દુનિયાઓનો પરિચય કરાવે છે. એક જ જીવનમાં અનેક જિંદગીઓ જીવવાનો અનુભવ પુસ્તક આપણને કરાવે છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
કવિ અને લેખક શ્રી તુષાર શુક્લએ પુસ્તક મેળા સાથેના પોતાના લાંબા અનુસંધાનને યાદ કરતાં જણાવ્યું હતું કે શ્રીનરેન્દ્રભાઈએ પુસ્તક મેળાની કલ્પના વિશાળ ફલક પર કરી હતી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને આ આયોજનને વધુ વિસ્તારીને તેને દર વર્ષે વધુ સુંદર બનાવ્યું છે. તેમણે આયોજનની સફળતા પાછળ કોર્પોરેશનના કર્મચારીઓની સમર્પિત કામગીરીને પણ બિરદાવી હતી. શ્રી શુક્લએ પોતાના બાળપણના પુસ્તકપ્રેમ અને પિતાના લેખક તરીકેના સંસ્કારોનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે માત્ર પુસ્તકો ખરીદવા કે પુસ્તકાલય ભરવા કરતાં બાળકો અને વિદ્યાર્થીઓના હાથમાં કયા પુસ્તકો પહોંચે છે તે વધુ મહત્વનું છે. તેમના મતે પુસ્તક મનમાં લાંબા સમય સુધી સ્મૃતિઓ સાચવી રાખે છે અને વાંચન વ્યક્તિના અનુભવોને સમૃદ્ધ બનાવે છે. તેમણે બદલાતા સમય સાથે પુસ્તક વાંચવાના સ્વરૂપોમાં આવેલા પરિવર્તન, ઈ-બુક અને અન્ય માધ્યમોની વાત પણ કરી હતી. પુસ્તકો સાથેના પોતાના ભાવનાત્મક સંબંધને કાવ્યાત્મક રીતે રજૂ કરતાં તેમણે પુસ્તક મેળા માટે રચેલા ગીતની પંક્તિઓનું પઠન કર્યું હતું, જેમાં પુસ્તકને જ્ઞાન, બુદ્ધિ, લાગણી અને જીવનને સુગંધિત કરતું માધ્યમ ગણાવ્યું હતું. વક્તવ્યના અંતે પુસ્તક મેળા સાથે સંકળાયેલા સૌને શુભેચ્છા પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છેકે, આ કાર્યક્રમના પ્રારંભે મહાનુભાવોના હસ્તે બુક ફેર અંગેની હાઈલાઈટ્સ દર્શાવતી શોર્ટ ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સ્કૂલ બોર્ડના વિદ્યાર્થીઓ દ્વારા પુસ્તક વાંચનનું નિદર્શન કરવામાં આવ્યું હતું. બાળકોમાં વાંચનની ટેવ વિકસે તેમજ પુસ્તકો અને સાહિત્ય પ્રત્યે રુચિ વધે તે દિશામાં આ પ્રવૃત્તિ મહત્વપૂર્ણ બની રહેશે.
અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2026ના ભાગરૂપે સાહિત્યિક હસ્તીઓ અને વાચકો વચ્ચે સતત જોડાણ જળવાઈ રહે તે હેતુથી વર્ષભર ચાલનારી પોડકાસ્ટ સિરીઝનું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું. આ પોડકાસ્ટ સિરીઝના માધ્યમથી સાહિત્યકારો, લેખકો તથા વિવિધ ક્ષેત્રના નિષ્ણાતો સાથેના સંવાદને વાચકો અને નાગરિકો સુધી પહોંચાડવામાં આવશે.
24 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ચાલશે AIBF-2026
અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ-2026નું આયોજન 24 ઓક્ટોબરથી 1 નવેમ્બર, 2026 દરમિયાન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે કરવામાં આવશે. આ 9 દિવસીય પુસ્તક મહોત્સવમાં પુસ્તકો, સાહિત્ય, જ્ઞાન અને વાંચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપતી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
AIBF-2026નો મુખ્ય ઉદ્દેશ અમદાવાદ શહેરમાં વાંચનની સંસ્કૃતિને વધુ વેગ આપવો, યુવાનો અને બાળકોને પુસ્તકો સાથે જોડવા તથા સાહિત્યિક પ્રવૃત્તિઓને લોકવ્યાપી બનાવવાનો છે. આ પુસ્તક મહોત્સવ શહેરના નાગરિકો માટે પુસ્તકો, સાહિત્ય અને જ્ઞાન સાથે જોડાવાનું મહત્વપૂર્ણ માધ્યમ બની રહેશે.

