હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા છેલ્લા 50 વર્ષથી સમાજસેવાના વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર કામગીરી કરવામાં આવી રહી છે. આરોગ્ય, શિક્ષણ, દિવ્યાંગ કલ્યાણ, મહિલા સશક્તિકરણ, સામાજિક વિકાસ અને માનવસેવા જેવા અનેક ક્ષેત્રોમાં સંસ્થાએ લાખો લોકોના જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવવાનો પ્રયાસ કર્યો છે.સંસ્થાના ચેરમેન ડૉ. નીતિન સુમન શાહના માર્ગદર્શન હેઠળ અનેક સેવાકીય પ્રકલ્પો સફળતાપૂર્વક ચાલી રહ્યા છે. ખાસ કરીને શ્રવણબાધિત બાળકો માટેની શાળા, મહિલા સશક્તિકરણ માટેના કાર્યક્રમો અને ગ્રામ્ય વિસ્તારોમાં શિક્ષણ તથા આરોગ્ય સુવિધાઓ પહોંચાડવાના પ્રયાસો સંસ્થાની ઓળખ બની ચૂક્યા છે. સંસ્થા હવે તેની 50 વર્ષની સફર પૂર્ણ કરવાની તૈયારીમાં છે. આ અવસરે ડૉ. નીતિન સુમન શાહે આગામી સમયમાં અમદાવાદ અને અન્ય શહેરોમાં વધુ સેવાકીય પ્રકલ્પો શરૂ કરવાની દિશામાં આયોજન હોવાનું જણાવ્યું છે. બાળ શિક્ષણ, મહિલા વિકાસ, રોજગારલક્ષી તાલીમ અને આધુનિક એનજીઓ મોડલ વિકસાવવાના પ્રયાસો પણ હાથ ધરાશે.ડૉ. શાહને રાજ્ય, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સન્માનો પ્રાપ્ત થયા છે. તેમની સેવાભાવી કામગીરીને કારણે સમાજમાં વિશેષ સ્થાન મળ્યું છે. માનવસેવા અને સમાજકલ્યાણના ક્ષેત્રમાં હાર્ટ ફાઉન્ડેશન એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની કામગીરી અનેક સંસ્થાઓ માટે પ્રેરણારૂપ બની રહી છે.