અમદાવાદ ખાતે મનોદિવ્યાંગ બાળકોના લાભાર્થે શ્રી રામચરિત માનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે. સ્મિત ચાઈલ્ડ એજ્યુકેશન ટ્રસ્ટ અને નવજીવન ચેરિટેબલ ટ્રસ્ટ, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે શાસ્ત્રી શ્રી ભાવેશભાઈ વ્યાસ (રાજકોટવાળા)ની વ્યાસપીઠે તા. 18થી 26 નવેમ્બર દરમિયાન શ્રી રામચરિત માનસ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે.
આ કથાના ભાગરૂપે તા. 22 નવેમ્બર, રવિવારના રોજ બપોર બાદ 4 વાગ્યે ભગવાન શ્રીરામના વિવાહ પ્રસંગનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. આ પાવન પ્રસંગે નારણપુરા ગાયત્રી પરિવારના પરિજનો પણ ઉપસ્થિત રહી ધાર્મિક ઉત્સવમાં સહભાગી બનશે.

બિઝનેસની જાહેરાત કરવી છે? તો જાહેરાત એવી કરો કે લોકો જુએ પણ અને યાદ પણ રાખે! TV10 Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ગુજરાતની ડિજિટલ દુનિયામાં નવી ઓળખ.”
📢 તમારા બિઝનેસની જાહેરાત હવે પહોંચાડો ગુજરાતના લોકો સુધી! તમારો બિઝનેસ હોય નાનો કે મોટો… તમારી બ્રાન્ડને જોઈએ વિશ્વાસ, ઓળખ અને વધુ ગ્રાહકો. 📺 TV Gujarat પર આપો તમારા બિઝનેસને એક નવી ઓળખ! તમારી દુકાન, શોરૂમ, હોસ્પિટલ, સ્કૂલ, રેસ્ટોરન્ટ, રિયલ એસ્ટેટ, હોટેલ, જ્વેલરી, સર્વિસ કે કોઈપણ બિઝનેસની જાહેરાત હવે TV 10Gujaratના ડિજિટલ પ્લેટફોર્મ પર પ્રસારિત કરાવો. 🎯 લોકલ ઓડિયન્સ સુધી સીધી પહોંચ 📱 સોશિયલ મીડિયામાં પ્રમોશન 🎥 પ્રોફેશનલ એડ/વિડિયો કન્ટેન્ટ 📈 બ્રાન્ડની ઓળખ વધારવાની તક તમારો બિઝનેસ લોકો સુધી પહોંચે, અને લોકો તમારા બિઝનેસ સુધી પહોંચે! 🔥 આજે જ TV Gujarat સાથે જોડાઓ અને તમારા બિઝનેસને આપો ડિજિટલ ઓળખ. 📞 જાહેરાત માટે આજે જ સંપર્ક કરો. 9825650103 TV10 Gujarat તમારા શહેરના સમાચારથી લઈને તમારા બિઝનેસની ઓળખ સુધી
આ ધાર્મિક આયોજનનો મુખ્ય હેતુ મનોદિવ્યાંગ બાળકોના કલ્યાણ અને સેવાકીય પ્રવૃત્તિઓને સહયોગ આપવાનો છે. ત્યારે ભક્તિ, શ્રદ્ધા અને સેવાભાવના ત્રિવેણી સંગમ સમાન આ રામકથામાં ધર્મપ્રેમી જનતાને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
આ સમગ્ર કાર્યક્રમ શ્રી ગુર્જર સુથાર સમાજ વાડી, શ્રીનાથ બસ ડેપો સામે, નવાવાડજ, અમદાવાદ ખાતે યોજાશે.

